પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૨
પિતાશ્રીનું અવસાન

પિતાશ્રી મહાદેવનું શરીર નાજુક છે એમ માને છે એ બાપુજી જાણતા હોવાથી જ્યારે જ્યારે બાપુજી એમને મળે ત્યારે પૂછતા કે : કેમ, મહાદેવની તબિયત કેવી છે ? તમે મહાદેવને મને ધીર્યો છે એટલે એની તબિયતની તમારે ચિંતા કરવાની હોય જ નહીં. છતાં પિતાશ્રીને આ એક ખટકો હતો એ મહાદેવ બરાબર જાણતા. પિતાપુત્રનો એકબીજા પ્રત્યે કેવા અલૌકિક પ્રેમ હતા તે પિતાશ્રીના અવસાન પ્રસંગે મને લખેલા નીચેના કાગળમાં વ્યક્ત થાય છે.

દિહેણ (જિ. સુરત)
તા. ૬ જુલાઈ, ’૨૩
 

વહાલા ભાઈ,

તમારો આશ્વાસક પત્ર મળ્યો. મારા હૃદયની સાથે તમારું પણ રડે છે તે મને ખબર છે, તમારી ખોટ આશ્રમમાં જ્યારે તાર આવ્યો ત્યારે જ લાગી હતી.*[૧]

અવસાન અણધાર્યા સંજોગોમાં થયું. સુરત પ્રાં. સમિતિની બેઠક વખતે સુભાગ્યે મને ઘેર આવી જવાનું મન થયું. તે વેળા જે મળી ગયેલો તે છેલ્લી મુલાકાત. તે વેળા એમની તબિયત પણ બહુ સરસ હતી. મરણ પહેલાં


  1. * આ વખતે હું બારડોલી તાલુકાના સરભણ આશ્રમમાં રહેતો હતો.
૯૬