પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહાયોગી; આપણા વિચારો સમજી લઈ તેને બરાબર કલમબંધ કરી આપનાર મંત્રી; આપણા તરફથી કોઈ નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; આપણા પક્ષનો બરાબર અભ્યાસ કરી આપણે માટે લડત ચલાવનાર વકીલ; પોતાના સ્વામી અને આપણી વચ્ચે કાંઈ ગેરસમજૂતી ઊભી થઈ હોય તો તેને દૂર કરાવનાર વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; કરુણાજનક પરિસ્થિતિમાં આવી પડેલાં સ્ત્રીપુરુષને આશ્વાસન અને શરણ આપનાર બંધુ; અને આ બધાં સંબંધો સાચવતાં છતાં વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાના, ધનયશ આદિ લોભના, કામાદિ વિકારના, કલાસૌન્દર્ય વગેરેના શોખને પરિણામે અને સ્વભાવસહજ દાક્ષિણ્યને કારણે પેદા થનાર માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક;” —એવા એ બન્યા,

૧૦૩