પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થયે ગાગરિયા માણભટો આવતા તે મહાભારતમાંની કથાઓ લલકારતા અને રામલીલાવાળાઓ આવી રામાયણના નાટક દ્વારા રામકથાના રસ લગાડતા.

ગામમાં એક સુરભાઈ શંકરજી કરીને ડિગ્રી વિનાના દાક્તર હતા. તેમને સંગીતનો શોખ હતો. તેમની પાસે મહાદેવ સંગીત શીખવા જતા. અને થોડા રાગ શીખેલા.

મહાદેવને સાત વરસની ઉંમરે જનોઈ દીધેલું. તે વખતે એમનાં બા જીવતાં. કાકાના બે દીકરાઓ જે મહાદેવ કરતાં સહેજ મોટા હતા તેમને પણ સાથે જ જનોઈ દીધેલું. પેલા મણિશંકર માસ્તરે જ ગાયત્રી મંત્ર ગોખાવેલો. એ મણિશંકરના એક ભાઈ અંકલેશ્વરનાં માસ્તર હતા. તે સંસ્કૃત સારું જાણતા. ઉનાળાની રજાઓમાં જ્યારે દિહેણ આવતા ત્યારે રાતે છોકરાઓને લઈને બેસતા અને કાલિદાસ કવિના કાવ્યોમાંથી શ્લોકો લઈને સમજાવતા તથા સંસ્કૃત સાહિત્યમાંથી વાતો કહેતા. આમ દિહેણમાં દોઢેક વરસમાં ત્રણ અંગ્રેજી ચોપડી પૂરી કરી તે દરમ્યાન ધર્મ અને સાહિત્યના સંસ્કારનું મહાદેવને સારું સિંચન મળ્યું.

જૂનાગઢના અનુભવ

હવે આગળ અંગ્રેજી ભણવાનું શું કરવું એ વિચાર થયો. નાના કાકા જૂનાગઢમાં હતા ત્યાં મોકલવાનું નક્કી થયું. જીજા (બાપુભાઈ કાકા) લવાછા નામના ગામમાં તલાટી હતા. ત્યાંથી દાંડી બંદર એક માઈલ થાય. દાંડી અને ઘેાઘા વચ્ચે મછવાની રોજની પેસેંજર સર્વિસ જતી. તેનો કંટ્રાક્ટર ઓળખીતો હતો, તે ભાડું ન લે એટલે

૧૩