પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શર્માના શિષ્યો હોઈ ગુરુભાઈઓ હતા. હરગોવિંદભાઈએ ભાવનગરમાં એમનું સ્વાગત કર્યું અને એક ખાનું રિઝર્વ કરી આપી રાતની ગાડીમાં બેસાડી દીધા. ધોળા તથા જેતલસર જંક્શનોએ ગાડી બદલી બીજે દિવસે બે વાગ્યે જૂનાગઢ પહોંચ્યા.

દિહેણવાળા માસ્તરે સર્ટિફિકેટ સાદા કાગળ ઉપર આટલું ભણ્યા છે એવું લખી આપ્યું હતું. એટલે પરીક્ષા લઈને જૂનાગઢ હાઈસ્કૂલમાં ચેાથીમાં બેસાડ્યા. કાકી જરા કપરાં હતાં, ત્રણે છોકરાઓને સવારે પાંચ વાગ્યે ઉઠાડતાં. કાકા નથુરામ શર્માના શિષ્ય એટલે નિત્યકર્મથી પરવારી નાહી ધોઈને પહેલું કામ સંધ્યા કરવાનું રહેતું. પછી કુંડ ઉપર જઈ પોતપોતાનાં કપડાં ધેાઈ આવવાનાં, ઘેર આવી દાળચોખા વીણી આપવાના ને પછી વાંચવા બેસવાનું. મહાદેવે કોઈ દિવસ કપડાં ધોયેલાં નહીં અને પાણીમાં ઊતરેલા નહીં. કુંડનાં પગથિયાં ઊતરતાં જ બીક લાગે. નીચે ઊતરતાં એટલા ગભરાય કે બેઠે બેઠે પગથિયાં ઊતરે. એટલે છોટુભાઈ એને ઉપર જ બેસાડી રાખતા અને પોતે કપડાં ધેાઈ આપતા. કાકીને આની ખબર પડી એટલે ખિજાયાં કે જાતે કેમ કપડાં ધોતો નથી ? પછી તો છોટુભાઈએ કુંડમાં ધુબકા મારવા માંડ્યા. મહાદેવ રોતા રાતા ઘેર જઈ કહે : “ છોટુ કૂવામાં ગબડી પડ્યો છે તે ડૂબી જવાનો.” કાકી દોડતાં કૂવે પહોંચ્યાં, ત્યાં તો છોટુભાઇને તરતા જોઈ બોલ્યાં : “મૂઆને તરતાં આવડતું દેહું (દેખું).’ વાત કાકા પાસે ગઈ એટલે તેમણે છોકરાઓને કુંડે કપડાં

૧૫