પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાબરમતી નદીમાં ચોમાસામાં પૂર ઊતરી ગયા પછી પાણી વધારે હોય અને સ્વચ્છ થયાં હોય ત્યારે તરવાની બહુ મઝા આવતી. એક ચોમાસામાં તો બાપુજી પણ નિયમિત તરવા આવતા. પણ મહાદેવે તરવાનું શીખવાનો પ્રયત્ન પણ કદી કર્યો નહીં.

એક માત્ર ચાલવાની કસરત

રોજ નવજીવનમાં અને પ્રાંતિક સમિતિમાં ચાલતા જતાઆવતા ત્યારે મેં એમને બહુ આગ્રહ કર્યો કે તમે સાઇકલ શીખી જાઓ, હું તમને ચાર દિવસમાં શિખવાડી દઈશ. પણ માત્ર એક જ દિવસ શીખવા આવ્યા અને સહેજ વાગ્યું એટલે બીજે દિવસથી બંધ કર્યું. કહે કે વખતે કાંઈ કથોલું લાગી જાય અને લાંબો વખત અટકી પડવું પડે તેવું જોખમ ખેડવા કરતાં ચાલતા જવાનું જ સારું છે, એમાં વ્યાયામ પણ મળી રહે છે. ચાલવાનો એમને સારો શોખ હતો. કોઈ જાતનો પદ્ધતિસર વ્યાયામ નહીં કરેલો એટલે એમનું શરીર સ્નાયુલ ન હતું પણ કસાયેલું નહોતું એમ ન કહી શકાય. અમદાવાદમાં જ્યારે પાનકોરને નાકે અને સારંગપુર દરવાજે નવજીવન હતું ત્યારે આશ્રમમાંથી ઘણી વાર ત્યાં જવા આવવાનું થતું. તેમની ચાલ તેજ હતી. કલાકના ચાર માઈલ સુધીની ગતિથી એ ચાલી શકતા. ૧૯૧૮ના સૈન્યભરતીના વખતમાં લાંબી કૂચનો અભ્યાસ પાડવા ખાતર, નડિયાદમાં હિંદુ અનાથાશ્રમમાં રહેતા ત્યાંથી સવારે વહેલા ઊઠી દરરોજ નવ માઈલ જતા અને નવ આવતા એમ અઢાર માઈલ

૩૧