પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક વાર સિમલામાં આરામ માટે એક મહિનો રહેલા ત્યારે નારાયણ બૅડમિન્ટન રમવાનું શીખે એ ખાતર પોતે તેની સાથે રમતા. તેમને માટે તો રમવાનો પ્રયોગ આ પહેલો અને છેલ્લો જ હતો. નારાયણને ઉત્તમ તરતાં આવડે, ઉત્તમ સાયકલ આવડે તેને માટે પણ બહુ કાળજી રાખતા. અને એ કોઈ પણ રમતમાં કે કામમાં પ્રવીણતા બતાવે ત્યારે બહુ ખુશ થતા.

૩૪