પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નજરે ન જોયા હોય અને કેવળ એમના આદર્શોનું જ સાંભળ્યું હોય — કારણ બાપુજી પાસે પણ ભારે કામોમાં અને ગંભીર પ્રસંગોમાંચે હાસ્યવિનોદ ચાલતા જ રહેતા — તો જે અમારા ફળિયામાં આવીને જુએ તો એને શંકા જાય કે આ બધું આશ્રમજીવન સાથે સુસંગત હશે કે કેમ ? આશ્રમના બીજા ભાગમાં રહેતાં એક બહેન, જેમના પતિ શાંત સ્વભાવના અને ઓછાબોલા હતા, તેઓ ઘણી વાર એમના પતિને કહેતાં કે તમે આખો દિવસ કામ કામ કરો છો પણ પેલા ફળિયામાં બધાં રહે છે તે કામ નહીં કરતાં હોય ? પણ આપણે ત્યાં જઈએ ત્યારે કેવું ‘ગેાકળપરી’ (ગોકુળપુરી) જેવું લાગે છે. આ ઉપમાને યોગ્ય અમારું ફળિયું થયું હોય તો તેમાં મહાદેવનો ફાળો બહુ મોટો હતો. જે વિનોદ ન કરી શકે અથવા ન સમજી શકે, તેમ રસસ્વાદ ન માણી શકે, વસ્તુ સાનમાં ન સમજી જાય, એવાઓને માટે મહાદેવ ‘ઠોળ’, ‘જડો’ તથા ‘બાઘો’ શબ્દ પણ વાપરતા. એમની સાથે કામ કરવામાં પૂરતી હોશિયારી ન બતાવે, નકામી નકામી વાતો બાપુજી પાસે લઈ જઈ તેમનું માથું પકવે અથવા બાપુની સૂચનાઓ અને યોજનાઓ બરાબર સમજ્યા વિના, તેનો અમલ શી રીતે થશે તથા તેનાં પરિણામ કેવાં આવશે એ બધાનો વિચાર કર્યા વિના તેમાં ઝટઝટ હા ભણે, એવાઓ પણ તેમનાં આ વિશેષણોને પાત્ર થતા. પ્રો. બ. ક. ઠાકોરે એક સ્થળે ટીકા કરી છે કે મહાદેવ દેસાઈ જેવા વ્યુત્પન્ન લેખક પણ સુંદર, અદ્‌ભુત જેવાં અતિશય પ્રશંસાવાચક વિશેષણો ગમે ત્યાં વાપરી સસ્તા કરી મૂકી એ શબ્દોની કિંમત

૩૬