પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઘટાડે છે. એ ટીકા આ ‘ઠોળ’ વગરે શબ્દોને પણ લાગુ પડે એવી છે. આ નિંદાવાચક વિશેષણો એટલી નિંદાને પાત્ર ન હોય તેવા માણસો માટે, તેમ જ એટલી નિંદા કરવાની જરૂર ન હોય તેવા પ્રસંગોએ પણ તેઓ વાપરતા. એટલું ખરું કે વિશેષે ગુણગ્રાહી હોઈ મહાદેવભાઈ સ્તુતિ વધારેપડતી કરતા ત્યારે દિલના સાચા ભાવથી કરતા અને નિંદા કરવાની તો એમને ટેવ જ નહોતી એટલે એનાં વિશેષણો બહુ હળવાભાવથી, વિનોદમાં અને તે પણ મુખ્યત્વે નિકટના મિત્રો માટે જ વાપરતા.

૩૭