પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દેખાડનાર આ કોઈ સંત છે એમ બહારના માણસોના જાણવામાં આવ્યું. તેથી તેમની શાંતિ તૂટી હશે કે કેમ તે તો કહી શકાય નહીં પણ ગુજરાતના ઘણા માણસોને શાંતિ આપવાનું કામ ઈશ્વરે જ જાણે એમના ઉપર નાખ્યું. અનેક વિદ્વાનો, તત્ત્વવેત્તાઓ અને ભક્તોને સેવનાર સ્વ. શેઠ વસનજી ખીમજીને તેમની જાણ થઈ અને તેમણે તેમની પાસે વાસણ ઘડવાનો ધંધો છોડાવી માણસો ઘડવાનો ધંધો આદરાવ્યો.

મહાદેવભાઈ લખે છે કે : “મારો એ સંતપુરુષનો પરિચય મારા પિતા મારફતે થયેલો. કૉલેજમાં અભ્યાસ કરતા તે વેળા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો અને તે દ્વારા રામકૃષ્ણ પરમહંસનો કંઈક પરિચય મને થયો હતો. એ પરમહંસની પ્રતિમૂર્તિ આ પુરુષમાં મને જોવાની મળી. એ પરમહંસનાં વચનોનું રહસ્ય આ સંતપુરુષનાં વચનોથી મને સમજાયું.”

પિતાશ્રી વલસાડ હતા ત્યારે આ ભગતજી તેમના એક મિત્રને ત્યાં વલસાડ પ્રસંગોપાત્ત આવતા અને પંદરવીસ દિવસ રહેતા. મંડળી ભેગી થાય અને તેમાં ભજનો ગવાય. રજાઓમાં મહાદેવ વલસાડ ગયા હોય અને ભગતજી ત્યાં આવ્યા હોય ત્યારે મહાદેવ પણ આ મંડળીમાં ભળતા. ભગતજી એની પાસે ભજન ગવડાવતા. મુંબઈમાં શેઠ વસનજી ખીમજીને ત્યાં ભગતજી આવ્યા હોય ત્યારે ભગતજીને મળવા મહાદેવ એમને ત્યાં વસનજી પાર્ક—દાદર જતા. ૧૯૧૨માં એક વાર પોતાના ભાઈ

૪૨