પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મૂકવા આવ્યા, ને મહાદેવના હાથમાં વિદાયગીરીના બે રૂપિયા મૂક્યા, એમ કહીને કે ‘તમે બચ્ચાંને, સંતને ખાલી હાથે પાછા મોકલાય ?’ આખી ગાડીમાં મહાદેવ કહે ; "સંત તો આનું નામ. બે દિવસમાં એમની હાલતમાં કશો ફેરફાર જોયો ? આપણે ગમે તેટલા વિચાર કરીને જઈએ, પણ એમની હાજરીમાં પહોંચતાં જ કેવા તદ્રૂપ અને શાંત થઈ જઈએ છીએ ! કેટલા નમ્ર છે. નાનામાં નાનું કામ પણ જાતે કરે છે. અને સેવાભાવ કેટલો છે ? આપણને કશું કરવા દીધું ? શીખવાનું આ જ છે." આ ભગતજીનોના દેહાંત ૧૯૨૬માં થયો ત્યારે એમને વિષે ‘નવજીવન’ (વર્ષ ૮, અંક ૧૧, તા. ૧૪–૧૧–૧૯૨૬)માં ‘એક સંતનો દેહત્યાગ’ એ નામનો લેખ મહાદેવે લખેલો. તેમાં એ લખે છે : “સામાન્ય રીતે ગૂઢ લાગતી વસ્તુ સમજાવવાની તેમની રીત અજબ હતી. તેમને અક્ષરજ્ઞાન તો બહુ હતું નહીં એટલે બધું પ્રાકૃત રીતે જ એ સમજાવતા. . . . ગીતાનો સિદ્ધાંત શો ? એમ સવાલ પૂછીને પોતે જ કહે, ‘જુઓને ગીતાનું રટણ કરો તો ગીતા–ગીતા–તાગી–તાગી એમ સમજાય છે ને ! જેણે દેહબુદ્ધિ ત્યાગી છે તેણે ગીતાને જાણી . . .’ એક વાર એક સમર્થ પંડિતને મોક્ષનો અર્થ સમજાવતાં તેમણે ચોંકાવ્યા હતા. 'મોક્ષમાં બે શબ્દ છે – મોહ અને ક્ષય, મોહનો ક્ષય એટલે મોક્ષ જ છે.' ” પણ મુખ્યત્વે તેઓ ભજન દ્વારા જ ઉપદેશ કરતા. તેમાં ખૂબી એ આવતી કે મળવા આવનાર માણસની જેવી જિજ્ઞાસા હોય અથવા જેવા ઉપદેશની એને જરૂર હોય એવું ભજન અનાયાસે જ તેમના

૪૪