પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૧

૧૯૧૦માં બી. એ. પાસ થયા પછી એમ. એ.નો અભ્યાસ કરવાનો વિચાર થયો. એમને સંસ્કૃત લઈ શાંકર ભાષ્યનો પાકો અભ્યાસ કરવો હતો પણ તે વરસે રામાનુજ ભાષ્ય ચાલવાનું હોવાથી એમણે એમ. એ.નો વિચાર જ છોડી દીધો અને એલએલ. બી.નો વિચાર કર્યો. પિતા ઉપર તો ભારરૂપ થવું જ નહોતું એટલે એમણે નોકરી લઈને ભણવાનો વિચાર રાખ્યો. એરિયેન્ટલ ટ્રાન્સ્લેટરની ઑફિસમાં માસિક રૂા. ૬૦ની નોકરી મળી. પરેલમાં એારડી રાખી દુર્ગાબહેનની સાથે રહેવાનું શરૂ કયું. રામનારાયણ વિ. પાઠક અને ગિજુભાઈ બધેકા એમના પડોશી હતા. એમની સાથે સારી મૈત્રી બંધાઈ.

એક આકરી કસોટી

બીજી એલએલ. બી.ની પરીક્ષા વખતે એક કડવો અનુભવ થયો. ‘ઈક્વિટી’ (નૈતિક ન્યાય)ના વિષયમાં તેમનો અભ્યાસ બીજા વિષયોને મુકાબલે વધારે પાકો હતો. છતાં બીજે દિવસે એ જ વિષયમાં વહેલા ઊઠી આવ્યા. મિત્રોએ ધાર્યું કે ધાર્યા પ્રમાણે લખાય એમ નહીં લાગ્યું હોય એટલે ગભરાઈ ને ઊઠી ગયા હશે. જોકે જેટલું આવડે તેટલું લખ્યું હોત તોપણ પાસ તો થઈ જતે. ઘેર આવીને પોક મૂકીને રડવા લાગ્યા. એમના મોટાભાઈ

૪૯