પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પડ્યું કે સીધો પત્રવ્યવહાર કરીને ભાઈ મહાદેવે મંડળીની અગવડ દૂર કરી તેની સેવા કરી હતી.

“નવી સંસ્થામાં નિખાલસપણાની, નીડરપણાની અને સેવાભાવની આ છાપ ભાઈ મહાદેવે પાડી તે માટે બૅન્કના તે વખતના સંચાલક તરીકે હું તેમનો કાયમનો ઋણી છું.

“બૅન્ક સાથેના આ સંબંધને લીધે ગામડાના સામાજિક તથા આર્થિક પ્રશ્નોનો પહેલી જ વાર ભાઈ મહાદેવને પરિચય થયો.

સુંદર અક્ષર, સુંદર ભાષા અને મોહક શૈલી

“બીજી એક વાતની છાપ મારી સ્મૃતિ ઉપર રહી ગઈ છે તે એ છે કે તેમનાં ઑફિશ્યલ નિવેદનમાં પણ સાહિત્યિક શૈલીની છાપ ઊઠી આવતી હતી, અને એમના સુંદર અક્ષર *[૧] અમારી ઑફિસમાં સૌનું મન હરી લેતા.


  1. *ચંપારણના દિવસોમાં બિહારના લેફ્‌ટનન્ટ ગવર્નરે બાપુજીને કહેલું કે તમારી પાસે આવા સુંદર અને કળામય અક્ષર લખનાર માણસ છે એના ઉપર હું તો મુગ્ધ થઈ જાઉં છું. આ ઉપરથી બાપુજીએ કહેલું કે લેફ્‌ટનન્ટ ગવર્નર પાસે મારે તમને મોકલવા હશે ત્યારે તમારા અક્ષરનું જ ઓળખાણ આપીશ. વાઈસરોય લૉર્ડ ચેમ્સફર્ડનો પ્રાઈવેટ સેક્રેટરી સર જોન મેફી પણ મહાદેવના અક્ષર ઉપર ફિદા થઈ ગયેલો અને એની સાથે એમની ગાઢ મૈત્રી બંધાવવામાં શરૂઆતનું કારણ એમના અક્ષર જ હતા. એણે એક વખત મહાદેવને કહેલું કે, વાઈસરૉયના સ્ટાફમાં એક પણ માણસ આવા અક્ષર લખવાવાળો નથી. વાઈસરૉયને પણ તમારા અક્ષરની અદેખાઈ આવે છે.
    બાપુજીએ જ્યારે બિહારના લેફ્‌ટનન્ટ ગવર્નરની વાત કરી ત્યારે મહાદેવે કહ્યું, “એમ તો નરહરિના અક્ષર પણ સુંદર છે. સોશિયલ
૬૩