પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાગળ લઈને આશ્રમમાં ગયા. મહાદેવે ‘કૉમ્પ્રોમાઈઝ’ના અનુવાદને લગતી બધી હકીકત કહીને પેલો કાગળ બાપુજીને બતાવ્યો. કાગળ વાંચીને કંઈક દુઃખ સાથે એ બોલ્યા : “અંગ્રેજો આપણને ખુશામતખોર અને સ્વરાજ્યને માટે નાલાયક કહે છે તે કંઈ અમસ્તા કહે છે ? આવા કાગળમાં તમે મોરલેની વિદ્વત્તાનાં અને તત્ત્વવેત્તાપણાનાં આટલાં ગુણગાન કરો એ અપ્રસ્તુત છે. વળી એમને કાગળ લખતાં તમારી કલમ અને હાથ ધ્રૂજે શું કરવા ? તમારે તો એક કામકાજી (બીઝનેસ) કાગળ લખવાનો છે. તેમાં ફૉર્બ્સ સભાએ આ કામ માટે તમારી કેવી રીતે પસંદગી કરી એ ટૂંકમાં આવે અને તમે બહુ કાળજીપૂર્વક અનુવાદ કર્યો છે તે આવે. આવો કાગળ તો બાર પંદર લીટીનો હોય. તેથી લાંબા કાગળ લખો તો લોર્ડ મોરલે તે વાંચે પણ નહીં. તમારે જોઈતો હોય તો તમને કાગળ લખાવું. લખો.”

સ્વભાષાની ઉપાસનાની દીક્ષા

તે દિવસે ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા વિષયો પર અમારે ઠીક ઠીક વાતો થઈ. આ વાતોમાં કોઈ કોઈ વાર જુસ્સામાં આવી જઈ મહાદેવ ઠીક ઠીક અંગ્રેજી શબ્દો અને વાક્યો પણ બોલી જતા. બધું સાંભળી લીધા પછી કંઈક ઉપહાસયુકત સ્મિત કરતાં બાપુજીએ મહાદેવને કહ્યું, “તમારી મા આગળ આવું બધું બોલો તો મા જાણે કે દીકરો બહુ ભણ્યો છે પણ બિચારી કશું સમજે નહીં.” ત્યાર પછી આપણા ભણેલા લોકો ગુજરાતી

૭૧