પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૬
ગિરમીટ પ્રથા રદ કરાવવાનું આંદોલન

મારું આશ્રમમાં જવાનું વધતું ગયું. આફ્રિકા, ફિજી વગેરે વસાહતોમાં હિંદી મજૂરોને પાંચ વર્ષની બંધણીથી ગોરા જમીનદારોનાં વિશાળ વાવેતરો ઉપર મજૂરી કરવા લઈ જવાની પ્રથા જે ‘ઍગ્રીમેન્ટ’ શબ્દના અપભ્રંશ ઉપરથી ગિરમીટ પ્રથાને નામે ઓળખાતી તે બંધ કરવાનો ઠરાવ મોરલી–મિન્ટો સુધારા પ્રમાણે નવી રચાયેલી દિલ્હીની વડી ધારાસભામાં ગોખલેજીએ સને ૧૯૧૨માં રજૂ કર્યો હતો પણ સરકારે તેનો કશો અમલ કર્યો ન હતો.

૧૯૧૬ના માર્ચમાં પંડિત માલવીયજી વડી ધારાસભામાં ફરી એ ઠરાવ લાવ્યા. વાઈસરૉય લૉર્ડ હાર્ડિંગે ઠરાવનો સ્વીકાર કરતાં કહ્યું કે સરકાર એ પ્રથાને વખત આવ્યે (in due course) રદ્દ કરવાનું વચન આપે છે. બાપુજીને આથી સંતોષ થયો નહીં અને તેમણે સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. ‘વખત આવ્યે’નો અર્થ વાઈસરૉયે એ કર્યો કે ‘બીજી વ્યવસ્થા દાખલ કરી શકવા માટે જેટલા વાજબી વખતની જરૂર પડે એટલા વખતમાં.’ આથી નેતાઓને સંતોષ ન થયો અને ૧૯૧૭ના ફેબ્રુઆરીમાં આ પ્રથાને તુરત બંધ કરવાનું ‘બિલ’ ધારાસભામાં રજૂ કરવા પરવાનગી માગવામાં આવી. તે વખતે વાઈસરૉયપદે લૉર્ડ ચૅમ્સફર્ડ આવ્યા હતા. તેમણે પરવાનગી ન

૭૩