પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૭
હું આશ્રમમાં જોડાયો

આ અરસામાં જ એટલે ૧૯૧૭ના એપ્રિલમાં બાપુજીએ ચંપારણમાં સત્યાગ્રહનો પ્રયોગ કર્યો. તેમને ચંપારણ જિલ્લો છોડી જવાની નોટિસ આપવામાં આવી હતી અને તેનો ભંગ કર્યા બદલ તેમની ઉપર જે તારીખે કેસ ચાલવાનો હતો તેની આગલી રાતે તેમણે ઘણા મિત્રોને કાગળો લખેલા અને પોતાના હાથ પરનાં કામકાજની ભાળવણી કરેલી. આશ્રમમાં મગનલાલભાઈ ગાંધી ઉપર સૂચનાઓથી ભરેલો કાગળ લખેલો તેમાં મારે વિષે લખેલું કે ભાઈ નરહરિને આશ્રમના જેવા જ ગણશો. તેના ઉપર મારી આંખ ઠરી છે. અમદાવાદનું કાંઈ પણ કામ એને સોંપવામાં સંકોચ ન રાખશો. આ કાગળ મને મગનલાલભાઈ એ વંચાવ્યો ત્યારે મારા હરખનો પાર ન રહ્યો. એ ઉનાળાની રજાઓ દરમ્યાન મેં આશ્રમમાં રહેવા વિચાર કરેલો અને તે માટે બાપુની રજા મેળવી લીધેલી. હું આશ્રમમાં રહેવા ગયો તે વખતે ગુજરાત કૉલેજના પ્રો. સાંકળચંદ શાહ અને કાકાસાહેબ આશ્રમમાં હતા. આશ્રમમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો તેમણે બાપુજી સાથે વિચાર કરી રાખેલો અને તેના અભ્યાસક્રમની તથા બીજી બધી વિગતોની ચર્ચાઓ તેઓ કરતા તેમાં હું ભાગ લેતો. છેવટે તેમણે વૈશાખ સુદ ૧૫ એટલે બોધિજયંતી, તા. ૭મી

૭૫