પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૮
બાપુજીએ મહાદેવને માગી લીધા

ઑગસ્ટ મહિનામાં ભાઈ મહાદેવે બૅંકના ઈન્સ્પેક્ટરની નોકરી છોડી દીધી. ત્યાર પછી એમનાં ઘણાં માગાં આવ્યાં એ ઉપર કહેવાઈ ગયું છે. તે અરસામાં એ મુંબઈમાં બાપુજીને પણ મળેલા. બાપુજીએ એમને જે વાત કરી તે નીચેના મારી ઉપરના પત્રમાં તેમણે આપી છે. એ પત્ર સઘળી સ્થિતિ સમજાવતો હોઈ આખો જ અહીં ઉતારું છું :

મુંબઈ.
તા. ૨ જી સપ્ટેંબર, ૧૯૧૭
 

ભાઈ નરહરિ,

આ પત્ર તદ્દન ખાનગી લખું છું. એમાંની વાત તમારા સિવાય બીજું કોઈ ન જાણે એવું તમને અગાઉથી કહીને જ આ પત્ર તમને લખું છું. મારી નિયમિત હાજરી ગાંધીજીને મુકામે થતી હતી એ તમને મેં કહ્યું છે. તા. ૩૧મી ઑગસ્ટને દિને સવારે બાપુજીએ કેટલાંક વચનોથી મને પ્રેમ, આશ્ચર્ય અને આનંદમાં ગરક કર્યો. તે દિવસની ટૂંકી પણ પત્ર ઉપર ન મુકાય એવી વાતચીત પત્ર ઉપર મૂકવાનો પ્રયત્ન કરું છું. “તમોને દરરોજ હાજરી ભરવાનું કહું છું, તેનું કારણ છે. તમારે તો મારી પાસે આવી રહેવાનું છે. આ છેલ્લા ત્રણ

૭૮