પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપણી કિંમત કરે તે આપણે સ્વીકારી લઈએ તો તો મરવાનો જ વારો આવે. ભલે તેઓ તેમ કહેતા. તેની સાથે તમારે લેવાદેવા નથી. તમે મુંબઈ રહો તે દરમ્યાન સાંજે બે કલાક એમ ને એમ લીગને સેવા આપી છે એટલું બસ છે.”

આવી સ્થિતિ છે. પત્ર લાંબો થઈ જાય છે પણ આ વાતો તમને નહીં કહું તો કોને કહું. પત્ર વાંચીને મને પાછો મોકલી આપજો. કારણ જે શબ્દો પત્રમાં મેં બાપુજીના લખ્યા છે તે લગભગ જેમના તેમ છે. કાળ જતાં તે ભુલાઈ જાય કદાચ. મારા પિતાને કે બીજા કોઈને મારા હોમરૂલમાં જોડાવાનો નિશ્ચય બદલવાનાં કંઈ કારણ જણાવ્યાં નથી. આ વાતો એવી છે કે પત્રોએ જણાવીએ તો બેવકૂફી કહેવાય. કોઈ દિવસ એ પત્ર પિતાને અને ગિન્ની* [૧]ને વંચાવું ખરો.

હૈદરાબાદ મેં ત્રણસો રૂપિયા આપો તો આવું એવો તાર કરેલો તેનો જવાબ આવ્યો નથી. હૈદરાબાદ ન જાઉં તો બાપુજી કહે ત્યાં સુધી અહીં બૅંકમાં જ રહીશ અને થોડા વખતમાં મુંબઈમાં ઘર લઈશ. બાપુજી બોલાવે ત્યારે જવાને અત્યારથી તૈયારી કરવા માંડવાની છે. તૈયારી મોટી સાધનસંપત્તિની. હરિ મને સામર્થ્ય આપો. ગોખલેજીનું ભાષાંતર×[૨] કાલથી શરૂ કરીશ. માત્ર સવારે જ થોડું થોડું


  1. *ગૃહિણીનું બંગાળી રૂપ.
  2. ×૧૯૧૭ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખે ગોખલેજીની બીજી સંવત્સરીની સભા અમદાવાદમાં થઈ તે વખતે પોતાના ભાષણમાં બાપુજીએ જણાવ્યું કે આપણે ખાલી ખાલી ગોખલેજીની સંવંત્સરી
૮૨