પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપુ અને સંતતિનિયમન ફાવે એમ કરીને લખવા માંડેલું. પણ પૂરું ન કરી શકયા. ઘણાખરા ભાગ તો લખાવવાનો જ રહ્યો. ગઈ કાલે દર્શનના સમયની વ્યવસ્થાવાળું મહત્ત્વનું નિવેદન લખાવીને બહાર પાડયું. - પંચાનનબાબુ આવ્યા. દક્ષિણમાં પોતે કાંઈ ન કરી શકવા એમ કહ્યું. પછી કહે : હિંદુ ધર્મની રક્ષા તમારાથી જે થઈ શકે એમ છે અને માટે જ તમે કંઈ પણ ઉતાવળથી પગલું ન ભરા એ હું તો કહેવા આવ્યા છે. પોતે ત્યાં એક સમાધાનની સૂચના કરી આવ્યા હતા કે અસ્પૃસ્યા અને સ્પેશ્યા બનેને માટે એક હદ બાંધવી અને એથી આગળ કાઈને જવા ન દેવા. - બાપુને એણે એ પણ કહ્યું કે : તમારા પાશ્ચાત્ય સંસર્ગને લીધે તમે આવા વિચારો ધરાવે છે એવો આરોપ છે. તમે પાશ્ચાત્ય સુધારાના હુમલા તો સહન ન જ કરી ને ? | બાપુ કહે : “ તમને ખબર ન હોય કે વિલાયતમાં મને એમ કહેવામાં આવ્યું હતું કે હે પાશ્ચાત્ય સુધારાના વિરોધી છું. મારા વિરોધને એક દાખલો આપું. વિષયભોગ ભોગવતાં છતાં સંતતિ ન થવા દેવાના આજે પ્રચાર ચાલી રહ્યો છે. તેના વિરોધ કરનારો એકલો છું, અને તમને જણાવ્યું કે સનાતની વર્ગના આગેવાનોમાંથી ઘણા સંતતિનિયમનવાળા. વિષયભાગના હિમાયતીઓ છે. ડાસા ચમકથા. ડાસા કહે: પાશ્ચાત્ય સુધારા અસ્પૃસ્ય છે, બીજું તો હોય કે ન હોય ! બાપુ કહે : હું તમારી સાથે મળતા થાઉં છું. બાપુએ સનાતન ધર્મના અથ સમજાવ્યા અને કહ્યું : આજે કેટલાય કહેવાતા શાસ્ત્રીએ ગાળાગાળી અને જૂઠાણાંથી સનાતન ધર્મને લગાવી રહ્યા છે. એ ખરાબ છે એમ ડાસાએ કબૂલ કર્યુ". છેવટે ડેાસા કહે : પણ આ મંદિરપ્રવેશની વાત તો છેલ્લી આવે. પ્રથમ એ લોકાના ખાનપાનની વ્યવસ્થા કરી. કુમુલિત: કિં જોતિ પાપમ્ ? બાપુ કહે : કેાઈ સનાતની એ વ્યવસ્થા કરે છે ? કરાવા તમે એ. કામ. મંદિરપ્રવેશનું હું કરી લઈશ. છેવટે વર્ણાશ્રમધમ ઉપર વાતો ચાલી. તમે વર્ણસંકર કરવા બેઠા છે એમ કહેવાય છે એમ ડોસાએ સંભળાવ્યું. બાપુ કહે : મને વખત બહુ જાય, નહીં તો તમને એ વિષે મારા વિચારો સંભળાવું. થોડીક ચર્ચા કરી પણ તે તે પ્રારંભિક જ હતી.