પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
સવિનયભંગ અને અસ્પૃશ્યતાનિવારણ


સવ : વીશીઓ અને રેસ્ટોરાં હરિજનો માટે ખુલ્લાં કરવાની સલાહ, અસ્પૃશ્યતાનિવારણની સાથે સહભાજનને સંબંધ નથી એ વાતનો વિરોધ નથી કરતી ? બાપુ : કેવી રીતે ? એ સહભોજન નથી. હાલમાં તો બધા વર્ણના આવે છે જ, તેમાં હરિજનોને દાખલ થવાની છૂટ હોવી જોઈ એ. હોટલમાં બધા વર્ણના હિંદુઓ જાય છે તેમ હરિજનો શા સારુ ન જઈ શકે ? હળશીનું સનાતની મંદિર અસ્પૃશ્ય માટે ત્રણ દિવસ ખુલ્લું હોય છે. મારુતિ અને કપિલેશ્વર મંદિર બેલગામમાં ખૂલ્યું છે. એક મહત્ત્વની પ્રશ્નોત્તરી : - સ૦ : અમુક કેંગ્રેસ કાર્યકર્તાઓ એકલા અસ્પૃશ્યતાનિવારણના કામમાં પડે એ સલાહ ભરેલું છે? બાપુ : એનો જવાબ હુ ન આપી શકું . મને તો અત્યારે છાપાં. મારફત જ માહિતી મળે છે. સારાં છાપાંની પણ પચાસ ટકા વાત ન માનવા જેવી હોય છે. અને ખરાબ છાપાંની તે સોએ સો ટકા મારે ન માનવી જોઈએ. સ્વભાવે જ આવી સલાહ આપવાને હું અસમર્થ છું. હું અહી' બેઠો છું તેનો અર્થ જ એ છે કે કેંગ્રેસનું કામ તો હું સાએ સે ટકા કરું છું અને વધારામાં આ અસ્પૃશ્યતાનિવારણનું કામ કરું છું. મારા આ કામ ઉપરથી કેાઈ એ એવો સાર નથી કાઢવાનો કે એણે સવિનયભંગની લડત છેડી દેવી જોઈએ. જેને છાડવી હોય તે ભલે છોડે.. પણ છેાડવાની એની ફરજ નથી. સવ : પણ રાજાજી અસ્પૃશ્યતાનું કામ કરી રહ્યા છે, તમે પણ એ કામ કરે છે. એટલે ઘણા ધારે છે કે અસ્પૃશ્યતાનિવારણના કામને તમે વધારે મહત્ત્વ આપે છે. બાપુ : ના, હું અહીં પડવ્યો છું તેને હું સોએ સો ટકા મહત્ત્વ આપું છે. કાયદેસર મૃત્યુ ભોગવતા હોવા છતાં હું આટલું વધારાનું કામ કરું છું. બીજાં બધાં કામ છોડીને આ જ કામ કરવા જેવું છે, એમ હું કહેતા નથી. કાઈ એવું અનુમાન તારવે તો એ ભૂલ ગણાય. હું એમ કહું કે કાઈની તબિયત જેલમાં જવા જેવી ન હોય તો એણે આ કામ કરવાને વચાર કરવો જોઈએ. દેવદાસે છાપાવાળાને મુલાકાત આપી છે પણ તે પોતાની સ્વેચ્છાથી આપી છે. તેની પાછળ મારી પ્રેરણા નહોતી. ' સ નાશિક જેલમાં અસ્પૃશ્યતાના કામ ઉપર આપણા કેદીઓમાં અમે એક પ્રશ્નાવલિ કાઢી છે અને એક કમિટી નીમી છે તે રિપોર્ટ કરવાની છે.