પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
સાચી મરણશક્તિ


જ વગેરેની વૃત્તિથી મને ભારે આઘાત પહોંચ્યા છે. કેળવાયેલા વર્ગમાં અસ્પૃશ્યતાને વિષે આવા વિચાર ધરાવનારા મદ્રાસ બહાર કયાંય નથી. મહારાષ્ટ્રમાં જે સુધારક શાસ્ત્રીઓ છે એવા મદ્રાસમાં કોઈ નથી એમ વલ્લભભાઈ એ જણાવ્યું. બાપુએ કહ્યું : એ નવા પાક છે. બાકી અહીં જે રૂઢિરક્ષક વર્ગ છે એમનામાં ઘમંડ ભરેલું છે. - ૧૯૧૮ની કેટલીક વાતાનું સ્મરણ કરાવતાં બાપુ કહે : મને એવી વાત યાદ જ નથી આવતી – જાણે કદી બની જ ન હોય. - મે કહ્યું : કારણ આપની સ્મરણશક્તિને ઉપયોગી સંધરવાની અને બિનઉપયેગી છોડવાની ટેવ છે. એ જ સાચી સ્મરણશક્તિ છે એમ એક જણે કહ્યું છે. અસાધારણ યાદશક્તિવાળાને કામની નકામી બધી વસ્તુઓ યાદ રહે છે. પણ તે ઈશ્વરદત્ત શક્તિ. આપની સ્મરણશક્તિ એ કેળવેલી સ્મરણશક્તિ છે. બાપુએ એ વાત કબૂલ કરી. શ્રદ્ધા અથવા અનાસક્તિની વ્યાખ્યા મીરાબહેન ઉપરના કાગળમાં આપી : હમણાં તારે ઉપવાસના વિચાર કરવો જોઈએ જ નહીં. જ્યાં સુધી વસ્તુ આંખ સામે આવીને ઊભી ન રહે ત્યાં સુધી એને સારી કે નરસી ક૯૫વી જ નહીં. સંપૂર્ણ સ્વાર્પણનો અર્થ જ એ કે કોઈ પણ જાતની ચિંતામાંથી સંપૂર્ણ મુક્ત રહેવું. બાળક કઈ દિવસ કશી ચિંતા કરે છે ? એ સહજવૃત્તિથી જ જાણે છે કે માબાપ એની સંભાળ લેવાનાં છે. આ વસ્તુ આપણે મોટી ઉંમરના માણસને માટે તે વધારે સાચી હોવી જોઈએ. એમાં જ શ્રદ્ધાની અથવા તને એમ ગમે તે, ગીતાની અનાસક્તિની કસોટી છે.” વિલાયતથી એક માંદી છોકરીએ એસ્થર મારફત બાપુ પાસે આશીર્વાદ માગ્યા. એને લખ્યું :

  • હજાર દીકરીએ મારે હોવાનું સુખ હું ભોગવી રહ્યો છું. તેમાં તારા આવકારપાત્ર વધારો થાય છે. એક પામર મત્ય મનુષ્ય તરીકે આવડા મેટા કુટુંબની હું સંભાળ ન લઈ શકું એટલે સર્વશક્તિમાન પરમેશ્વરને સલામત ખાળે હું એ બધાંને સાંપી દઉં છું. એટલે મેટા કુટુંબની જવાબદારીમાંથી હું મુક્ત થાઉં છું. છતાં એ બધાં મારાં હોવાને આનંદ હું ભોગવું છું.”

હરિભાઉ સાથે ૪ કેસરી’ના મદદનીશ તંત્રી શિખરે આવ્યા. તેણે પંચાનન તકરત્નને બાપુએ આપેલી તડજોડની સુચનામાં તત્ત્વત્યાગ છે એવા આરોપ કર્યો. તેને બાપુએ સમજાવ્યું : એમાં તો એક પણ વિરાધીની