પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
આજનો નિષેધાત્મક હિંદુ ધર્મ


લાગણીને માન આપવાની જ હેતુ રહે છે. સમય જુદા નિર્મીત કરવામાં કાંઈ તડજોડ નથી, કારણ હરિજનો પણ બીજા હિંદુઓની જ શરતે દર્શન કરશે. આ સવાલ વિષે એ. પી. આઈ.ને એક સરસ લાઓ ઇન્ટરવ્યુ આપ્યા છે એટલે વધુ વિસ્તાર અહીં નથી કરતા.. કલહે ઉત્પન્ન થાય છે એ વિષેના આરોપનો જવાબ આપતાં બોલ્યા : મારું આખું જીવન જ એવી રીતે વ્યતીત થયું છે કે સઘળી જાતનાં ઘર્ષણ ટળે છે. ઈતિહાસને ચુકાદ એવો આવશે કે આ દુનિયા ઉપર કઈ પણ એક માણસ એવો નથી થયે જેણે ઘર્ષણનાં કારણે દૂર કરવાના મારા જેટલે પ્રયત્ન કર્યો હોય. આ પ્રશ્ન ઉકેલ્યા વિના હું જે મરી ગયે તો ખચીત માનજે કે તલવારો ખેંચાવાની છે અને હિંદુઓ તથા હરિજન વચ્ચે આંતરવિગ્રહ થવાના છે. તમે તો સવણું હિંદુ જનતાથી અળગા રાખીને હરિજનને સુધારવાના પ્રયત્ન કરવાનું કહી છે. પણ હરિજન કહેશે કે આવી રીતે અમારે તમારી મદદ ન ખપે. તમારા જેવા સુધારકાને બાજુએ રાખીને અમે અમારા સુધારા કરી લઈશું. મારી ખાતરી છે કે એ લોકો એમ કરી પણ શકશે. પરંતુ માટી ખૂનરેજીને પરિણામે જ તે થવા પામશે. મારા જીવનની પ્રત્યેક પળે હું હિંદુ ધર્મનું પાલન કરી રહ્યો છું. હું જોઉં છું કે હિંદુ ધર્મની સામે સર્વનાશના ભય પેદા થયો છે. હિંદુ ધર્મને માટે હજારો માણસે પોતાના જાન કુરબાન કરવા તૈયાર નહીં થાય તો હિંદુ ધર્મના વિનાશ નિશ્ચિત છે. આજે તે જુદા જુદા ધર્મો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. બીજા બધા ધર્મો સક્રિય અને લડાયક છે. હિંદુ ધર્મ નિષેધાત્મક બની ગયા છે. બધા સગુણાને પણ એણે નકારાત્મક કરી દીધા છે. આવી નિષેધાત્મક વૃત્તિવાળા હિંદુ ધર્મના હું ઈન્કાર કરું છું. હિંદુ ધર્મની આકરી કસોટીના આ કાળ છે. અને અસ્પૃશ્યતા એ એની મોટામાં મોટી કસોટી છે. જેઓ એમ કહે છે કે આપણાં મંદિરોમાં બહુ સડો પેસી ગયા છે તેમની સાથે હું સંમત થાઉં છું, પણ તેથી એ મંદિરોનો નાશ કરવા જોઈએ એની સાથે હું સંમત થઈ શકતો નથી. હું વિનાશ નથી ઈચછતા પણ સુધારે માગું છું. જ્યાં સુધી તમે ઝેર દૂર ન કરો ત્યાં સુધી સુધારો થઈ શકે નહીં. સવ : તમે દર્શન માટે જુદા જુદા સમય રાખવાનું સમાધાન સૂચવ્યું છે તે તો સનાતનીઓ માટી લધુમતીમાં હશે અને હરિજનો સાથે ખૂબ સુધારકે જનારા હશે એ ગૃહીત કરીને ના ? બાપુ : હા, એ સમાધાન એ માન્યતા ઉપર જ સૂચવાયું છે કે સનાતની બહુ મોટી લશ્રુમતીમાં હશે.