પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
વર્ણસંકરનો અર્થ


સવ : ત્યારે સુધારકે એવી લઘુમતીમાં હોય ત્યાં ? બાપુ : ત્યાં એ સમાધાનને આગ્રહ રાખવા એ સલાહ ભરેલું છે કે કેમ એને વિચાર કરવા પડે. હું ધારું છું કે હું આગ્રહ ન રાખું. હરિજને ભિખારી તરીકે મંદિરમાં જાય એમ હું ઇચ્છતો નથી. હા, પરમેશ્વર આગળ ભિખારી તરીકે જ જવાનું છે, પણ માણસ આગળ નહીં. વર્ણની બાબતમાં હું કહું કે મારા સુધારા અવર્ણોને સવર્ણો બનાવવાને છે. સાથે સાથે હું એ પણ કહું કે આ અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્ન સાથે જ્ઞાતિઓ નાબૂદ કરવાના પ્રશ્નને સંબંધ નથી. તમે મારા અંગત અભિપ્રાય પૂછી તે મારો મત હું જરૂર જણાવું. મારે મારા વિચારો છુપાવવા નથી. હું માનું છું કે વેદ અનંત છે. હું ગીતામાતા પાસેથી મારી બધી શંકાઓનાં સમાધાન મેળવી લઉં છું. ગીતા તેમ જ બીજા બધાં શાસ્ત્રોમાંથી મેં એ સાર કાઢયો છે કે વણ સંકર એ તો વિષયવાસનાથી થતા સંભોગનું પરિણામ છે. પહેલા અધ્યાયને અંતે અજુન વ સકરની વાત કરે છે ત્યારે તેના મનમાં બીજું કાંઈ નહોતું. તે જુએ છે કે પુરુષોને નાશ થઈ જતાં શ્રાએ હરેક પ્રકારના વ્યભિચારથી પોતાના વિય સંતોષશે. પણ પુરુષ અને સ્ત્રી ગમે તે વર્ણ નાં હોય છતાં કેવળ પ્રજોપત્તિને અર્થે અને માનવજાતિની સેવા કરવાની ઇચ્છાથી એટલે કે શુદ્ધ પ્રેમથી સંયોગ કરે તો તેમાં સ કર નથી. વર્ણવ્યવસ્થામાં શક્તિનો વ્યય થતો અટકાવવાના હેતુ છે. દરેક માણસે પોતાના બાપદાદાના ધંધા કર જોઈએ. અહી હું કબૂલ કરું છું કે વણું જન્મથી બંધાય. પણ વર્ણન અર્થ અધિકાર થતો નથી. વર્ણ એટલે કર્તવ્ય, ધર્મ. બ્રાહ્મણ ઉપર એવી ફરજ નથી કે તેણે બ્રાહ્મણ સ્ત્રી સાથે લગ્ન કરવું જ જોઈ એ. તેની ફરજ તો એ છે કે તેણે અધ્યયન અને અધ્યાપન કરવું. માણસ માણસ પ્રત્યેની મૂળ ફરજો સાથે ધર્મને લેવાદેવા છે. હુ વેદના આધ્યાત્મિક ભાગના જ વિચાર કરું છું, એતિહાસિક ભાગને નહીં. કારણ ઇતિહાસ તો બહુ અનિશ્ચિત છે અને વખતોવખત જુદો જુદો લખાય. પણ ધમ જુદા જુદા ન હોઈ શકે. વણ સંકર એ ન ઈચ્છવા યોગ્ય સંબંધ છે. એકબીજા સાથે મેળ ન ખાય એવાને એ સંચાગ છે. પણ કાઈ કહે કે પુરુષ બ્રાહ્મણ હાય અને સ્ત્રી શૂદ્ર હોય તે એટલા પરથી જ એ સંબંધ મેળ ન ખાય એવાનો થયો તે એ ન માનવા જેવી વાત ગણાય. વર્ગ ને કારણે મેળ બેસે કે ન બેસે એમ કહી શકાય નહીં. પણ જ્યાં વિષયવાસના છે ત્યાં કુમેળ છે એમ માનવું