પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
વિવાહ અને વર્ણ


રીતે મૂકી : આ અસ્પૃશ્યતાની હિલચાલ એવી રીતે કલ્પવામાં આવી છે કે કોઈ પણ કેંગ્રેસના કાર્યકર્તાને પોતાનું કામ છોડવું ન પડે. જેની પાસે બીજું કામ ન હોય, અથવા બીજુ કામ કરતા ન હોય એવા માણસો માટે જ આ કામ છે. હું તો જેલમાં આવીને મારે જે કરવું જોઈ એ એ કરી બેઠા છું, એ દિશામાં મારે કાંઈ કરવાપણું રહ્યું નથી. એટલે અસ્પૃશ્યતાનું કામ એ વધારામાં કરું છું. આજે સવારે ‘વણ સંકર' વિષેના વિચારોનું મેં વધારે સ્પષ્ટીકરણ બાપુ પાસે કરાવ્યું. કેસરી’વાળા જરા આશ્ચર્ય અને ૬-૬–' રૂ ૩ જરા કટાક્ષમાં પૂછતા હતા કે ત્યારે તમારા મત પ્રમાણે તો જેના મૂળમાં વિષય છે એવા સંભાગમાંથી વણુ સંકર થાય, એ મને ખટકચાં કરતું હતું. આજે સવારે બાપુએ મને કહ્યું : સાતવળેકરે મિશ્રવણું વિવાહના દાખલાઓ આપ્યા છે તેની સાથે એવું તો કશું નથી કહ્યું કે આવા વિવાહ અગ્ય છે. એટલે હું કહું છું એ વાત સાચી પડે છે કે રૂદ્ધ વિરુદ્ધ વિવાહ થતા હોય છતાં તેથી કાઈ વણ ભ્રષ્ટ નહોતું થતું. 2 મે પૂછયું : પણ આપ કહો છો એ તે આદર્શ વિવાહની વાત થઈ. એવા વિવાહ કોણ કરે છે ? બાપુ : ધર્મ એ આદર્શ ની જ વાત છે ને ? બાકી તો સામાન્ય વ્યવહાર એ ખરા કે વણુ માં જ વિવાહ થાય, અને વર્ણ બહાર વિવાહ થાય એ અપવાદ હોય. ' મેં કહ્યું : તો આપે એ વાત પણ આદર્શ વિવાહની વાત સાથે જોડવી જોઈ એ.. - આજે સવારે બાપુ પાછા કહે : ઍન્ડ્રુઝના ‘હિંદુ’ને કરેલા તારમાં જે વાત છે તે બરાબર છે કે હિંદુમુસ્લિમ એજ્ય અને અસ્પૃશ્યતાનો લેપ, એના પાયા વિના આખું ચણતર કાચુ છે. કેંગ્રેસનું બળ ત્યાંના લોકોને અજાણ્યું નથી, અને તેને ભાંગવાનો પ્રયત્ન હિંદુમુસલમાનનો ઝઘડો જાગતા રાખીને અને અસ્પૃશ્યોને ઉશ્કેરીને જ તેઓ ચલાવી શકે. | કાકાસાહેબ આવ્યા. કીકીબહેન, ગિરધારી, છબલદાસ અને મિસ પાચા આવ્યાં. કીકીબહેનની સાથે થોડી તથિ કહ્યું : અચ્છા, અસ્પૃશ્યતાકે લિયે કુછ બાતે કરની હૈ, યા ઝૂટ ચેહી ચલી આઈ હૈ ? એમણે કહ્યું : નહીં, પૂછની હૈ. અબ હમ ક્યા કરે ?