પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
સત્યપાલન વિષે ચીવટ


મેં લખ્યું કે પહેલા જવાબથી બીજે જવાબ ખોટા પડે છે. હવે તા સુપરિન્ટેન્ડન્ટ તમને રજા આપે તો આ ! એ બાપડી ગઈ ! કાલે . . એ પાતાને શ્રી ભૂલાભાઈ સાથે થયેલી વાતો કરી હતી તે મેં બાપુને સંભળાવી. પ્રથમ વલભભાઈને સંભળાવી ૭--'રૂ રે હતી. તેમણે કહ્યું કે એ સંભળાવી શકાય. મને પોતાને શંકા હતી કે એ વાત . . . પાસે સંભળાય કે નહીં, પણ . . .ને રોકવાનું મને મન ન થયું. બાપુએ વાત સાંભળી ખરી, ભૂલાભાઈ એ સારું કર્યું એમ કહ્યું, પણ સવારે કહ્યું : મહાદેવ, આપણું ગાડું ભાંગી પડવાનું છે હો ! હું ચમક્યો. મેં પૂછયું : એટલે? | પછી પ્રવાહ ચાલ્ય: પેલી ભૂલાભાઈ વાળી વાત તમારે સાંભળવી જોઈતી નહોતી. . . ની એ વાત કરવાની હિંમત જ કેમ ચાલી ? એમાં . . .નું પતન થયું, તમારું થયું, મારું પણ થયું, કારણ છે એ સાંભળી. તમે યાદ રાખજો કે આવું ઢીલાપણું રાખશો તે મારા મૂઆ પછી તમારા ભુક્કા થઈ જવાના છે. માટે ચમરબંધી આવ્યા હોય તેને પણ મર્યાદા બતાવી દેવાય. એ કહું કે આ માણસ નકારી છે, તે નઠારાના આરોપ લઈને પણ તેને રોકી શકાય. મારું લૂ લુ પાંગળું સત્ય પણ ચમત્કાર કરી રહ્યું છે, તો પૂરું સત્ય પળાતું હોય તો શું ન થાય ? પણ આપણે આમ સત્યનો ભંગ કરીએ તો આપણું બધું ભાંગી પડે. પછી કહું : . . .ને હું નહીં કરું, તમે જ કહેજો. હું કહું તે એને રડવું પડશે. આ પછી વલ્લભભાઈ આવ્યા. એટલે કહે : મને એમ થાય છે કે કેંગ્રેસનું કામ કરનારા તમામ માણસને આવતા જ બંધ કરું ! કાકાએ તકલી માટે બેલગામમાં કરવા પડેલા પોતાના સાત ઉપવાસની વાત કરી. બાપુ એ વાત સાવ ભૂલી ગયા હતા. અહીં આવીને બાપુ પૂછે : કાકાને ઉપવાસ કરવા પડયા હતા એની તમને ખબર છે ? e મેં કહ્યું કે હા. પછી મેં બધા સંજોગે વર્ણવ્યા અને કહ્યું : તમને જ કાશીબહેને કહેલું, નારણદાસભાઈના કાગળમાં પણ એ જ વસ્તુ આવી હતી. ત્યારે કહે : ડેઈલને મેં આટલા કાગળ લખ્યા તેમાં મે એ વિષે કેમ ન લખ્યું કે તમે મને લખવાની સુચના કેમ ન કરી ? - આમ અમુક કાળે બાપુ અમુક વાત કરે ન કરે તેને વિષે પણ ભારે સાવચેતી રાખવી પડે છે. ડોઈલને જ્યારે કાગળ લખેલો ત્યારે આ