ફ સામાનાં ફના ન્યાય તેાળનાર આપણે કાણ પછી કર્મીની વાત નીકળી. અસ્પૃસ્યાનાં કર્મો એવાં હશે એ નિશ્ચય કરનાર આપણે કા? આપણે આપણાં કને! વિચાર કરે. કા સિદ્ધાંત જ આખા માનવી આત્માના પેાતાના સમાધાન માટે છે, જાતા ન્યાય તાળવાને અર્થ નથી. એનું બીજું પણ કારણ છે કે સામાનું સારું થઈ રહ્યું છે કે નરસું એની આપણને શી ખબર? નળ રાજાને કૉંટક નાગ કરડચો તે શું નળ રાજાનાં દુષ્કર્મીને લીધે ? એને તેા સદ કરવાને માટે એ નાગ કરડયો હતા. રામચદ્રને ચૌદ વરસ વનવાસ મળ્યા તે એમનાં દુષ્કર્મને લીધે મળ્યા હતા ? તે વનવાસ એમને દુઃખદાયી હતે ? સીતાને રાવણ હરી ગયા તે એનાં દુષ્કને લીધે હશે ? પાંડવાને વનવાસ મળ્યા અને એક વરસ ગુપ્તવાસ મળ્યા તે પણ એમનાં પાપ હશે કે? એમ સામાના કમને વિષે ન્યાય તાળનાર આપણે કાણું ? ખુટ્ટાને જોઈ તે બહુ આનદ થયા. ઊંચા કદાવર બાંધે, એમનું લાંબુ નાક દીકરાઓમાં ખરેખર ઊતર્યું છે. રામેશ્વરદાસનામાં પૂરેપૂરા ઊતરેલા અનેા ઉચ્ચાર, એની સાદાઈ— છતાં હાલ મળતા જપાની રબ્બર અને અને કેનવાસના ૧૨ આનાના જોડા—એ એક હવે ધીમે ધીમે લુપ્ત થવા ખેડેલી જૂની મારવાડી સભ્યતાને અનુરૂપ હતું. યાત્રાએ નીકળ્યા છે. આ પણ યાત્રાનું ધામ. હવે અહીંથી દીકરાને ઘેર ગ્વાલિયર જશે. અને પછી ત્યાંથી હરદ્વાર ગંગાકિનારે એ માસ ગાળશે. આજે કેટલાક અગત્યના કાગળે. હિંસા અને અહિંસાની સરસ ૨૨-૪-૨ તુલના એક અગાળીને લખેલા કાગળમાં થયેલી છે. અહિંસા એવી વસ્તુ છે કે જે આદર્શરૂપ છે. એટલે આપણે કહી શકીએ છીએ કે હિંસા જેટલી એછી કરી શકાય તેટલી કરવી જોઈ એ. જેકે તદ્દન અહિંસક હાવું અને જીવવું એ શકય નથી. પણ હિંસાને જો જીવનને નિયમ કહેા તા તા વધારેમાં વધારે હિંસા કરવી જોઈ એ, એવી વાત થઈ પડે. જ્યારે આપણે જોઇ એ છીએ કે લિમા પણ હિંસામાં મગરૂરી ન લેતાં કહ્યું છે કે જેમ બને તેમ એછી હિંસા કરવાને અમે પ્રયત્ન કર્યો હતેા. આજે હિરજન નટ્ટારના ઝઘડા ઉપર બાપુએ લખેલી તેાંધ બહુ નરમ હતી, એમ મેં કહ્યું,
- હરિજન' પુ. ૧, અંક ૧૧.