૨૩૧ ૨૧ના કાર્યક્રમ આદર્શ હતા સત્યાગ્રહ કરવા દીધા અને એ લેાકાને એનું કાયદેસરપણું સ્વીકારવું પડયુ. પણ એવી ઉપમા અમુક પ્રસંગે જ ચાલે. અહીં મૂકવાની જરૂર છે કે નહીં તે હું નથી કહી શકતા, કારણ એ ઉપમામાં એક વસ્તુ ઢકાઈ જાય છે અને તે એ કે હુસેનહસનની લડત તો તલવારની હતી, જ્યારે અહીં એને ઉપયેાગ નથી. પછી કહે, જુએની મેં કાઈ દિવસ નાકરની હિલચાલને માટે એક શબ્દ ઉચ્ચાર્યો નથી, લેાકેાને અપીલ કરી નથી. પણ એ વસ્તુને અનીતિમય નથી માની એટલે વિરેાધ પણ કર્યો નથી. અને મેં કાક્રમમાં નથી ગણી એનું કારણ એ છે કે હું ગામડાંનાં લેાકેાતે આવી રીતે હેામવાની તરફેણમાં જ નથી. હાયું નહીં શહેરના લેાકાતે પ્રથમ ? મારા તે યુ. પી.માં પણ વિરાધ હતા જ અને હેલીની સાથે આર્થિક દૃષ્ટિએ જ બધી ચર્ચા થઈ હતી. ગણેાત ન આપવાની હિલચાલ પણ એ જ રીતે ચલાવવાની હતી. પણ જવાહરલાલે ન માન્યું અને એને સવિનયભંગનું સ્વરૂપ આપ્યું. એ હેલીની સાથે મારું તે ખરેખર ઊતર્યું હતું અને આજ એ માણસ અહીં હાય તે તુરત એની સાથે સમાધાન કરી દૃઉં, જરાય વાર ન લાગે. હારના કરતાં એ માણસ કાંય હેાશિયાર છે, અને વાટાઘાટા કરવામાં એના જેવા જ સીધેા છે. છગનલાલ જોષીએ પૂછ્યુ : પણ મહેસૂલ ન ભરવાની ફરજ ન હોય ? કારણુ એ તે! ખરાબમાં ખરાબ કર છે. બાપુ : એની વાત જ નથી, કારણ એ દૃષ્ટિ નથી. વાત તે સરકારની હકૂમત ન સ્વીકારવાની છે અને તે માટે ગમે તે બિન-નૈતિક કાયદાએ લઈ શકાય એટલે નાકર એ સવિનયભગ નથી. ભીડાતા કાયદે લીધા તે એ વખતના સન્હેગેામાં બધા કાયદાએમાં ચિતમાં ચિત તરીકે પસંદ કરવામાં આવ્યા. ખરી વાત તો એ છે કે’૨૦-’૨૧માં જે કાક્રમ હતા તે જ આદર્શો તેા છે. આ હકૂમત ટકાવી રાખવાને માટે મજબૂતમાં મજબૂત પાયા છે એને જ એમાં વિચાર કરવામાં આવ્યે હતા. એ વિનયભંગ નહીં, પણ એનાથી ઊંચી વસ્તુ હતી. એમ તે એ બધી વસ્તુએ માની જણી બહેનેા છે એટલે બધામાં કયાંક સરખાપણું દેખાવાનું, પણ જરા સૂક્ષ્મતાથી જોઈ એ તેા નાકર, સવિનયભંગ, સત્યાગ્રહ અને અસહકાર એ બધી વસ્તુએ જુદી જુદી છે. વિઠ્ઠલભાઈની ઉપર કરેલા તારને સરકારે પાસ કર્યાં છે એમ સાત દિવસે જવાબ આવ્યા, એટલે બાપુએ પાછા કાલે કાગળ લખ્યા કે આ અસહ્ય વસ્તુ છે. આવા તાર કરવાની મને છૂટ હોય તે અહીંના વડાને જ એને નિકાલ કરવાની છૂટ હાવી જોઈ એ.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૩૬
દેખાવ