પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
આ સરકાર બહુરંગી છે


તો એક બે વાર ચોકકસ કહી ચૂકથા છે કે અહીં બેસીને મારાથી કશું જ ન કહેવાય. - આ નિવેદનથી સમુ-જયકરની સ્થિતિ પણ મજબૂત થાય. મેં કહ્યું : પણ સરકારને તમને છાડવા જ ન હોય તો આ સ્ટેટમેન્ટ શેની બહાર પાડવી દે ? વળી આ તો લડતને માટે એક નવી વૈષણા થશે એ કારણે પણ આ બહરિ નહીં પાડવા દે. બાપુ : એ તો બરાબર છે. પણ હું તો સરકાર ડાહી હાય એમ કહેતા હતા ત્યારે એ કહેવા ઇરછતો હતો કે સરકારને સલાહ કરવી હાય અને ખરાબ ન દેખાવું હોય તો. પછી કહે : સરકાર સાવ ભૂંડી છે એમ કહેનારા સરકારને જાણતા જ નથી. આ સરકાર બહુરંગી છે. એને અગણિત આંખ, અગણિત કાન અને અગણિત મોઢાં છે. એટલે અમુક વસ્તુ વિષે કયારે એ શું કહેશે એ કહેવાય નહીં.. આ નિવેદનને અંતે બાપુએ જેમને પોતાના ધર્મને વિષે સંશય નથી તેવાને ઉદ્દેશીને એક વાક્ય લખ્યું અને તેમને યાદ દેવડાવ્યું કે જો ત્રાળિ રહ્યષ્ય એવું ઘરિસેવૉ. મને પૂછયું : આનું અંગ્રેજી સૂઝે છે ? ne મેં કહ્યું : તુરત નથી સૂઝતું. એટલે એનું ભાષાંતર કરવાનું કહ્યું. મેં ભાષાંતર કરીને આપ્યું. પછી કહે : A bird in the hand is worth tvw O in the bush ( હાથમાંનું એક પક્ષી, ઝાડી માંનાં એની બરાબર છે), એ કદાચ ચાલે, પણ તમે કહ્યું છે તેમ certain ties ને uncertainties ન ચાલે. substance અને shadow ચાલે અને 2131 } He who leaves the substance and runs after the shadow loses both (જે ખરી વસ્તુને છોડી પડછાયા પાછળ દોડે છે તે બન્ને ગુમાવે છે). પછી કહે : અયાનું દેવઘર્મો વિરૂ: માં પણ એ જ ભાવ છે. થોડીક ચર્ચા બાદ કહે : બસ, હવે સરસ વાક્ય જડવું. Much wants plore and loses all ( હોય તેથી વધારે લેવા જતાં મૂળગુ ખાઈ એસાય છે). આ પેલી Bird in the hand (હાથમાંના પક્ષી)વાળી કહેવત કરતાં પણ વધારે સારું છે. - આ પછી કાગળ ફરી પાછા તપાસ્યા અને હોમ સેક્રેટરી મૅકસ્ટેલ ઉપર ગયે.. રણછોડદાસ પટવારી આવ્યા. પોતે કહી દીધું કે આપણે એકબીજાને મનાવી તો નથી શકવાના, પણ મનાવી ન શકે તાપણ નભાવી લો એમ કહો એ વાત ખોટી. એમ નભાવી લઈ શકાય નહીં.