પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
શું અમે તિરસ્કારથી ભગીને નથી અડતા ?


બાપુ એક પછી એક વાત લઈને એમની પાસે સ્વીકારાવતા ગયા. ભંગી નાડેલાધાયેલા હાય, વછ વસ્ત્ર પહેર્યા હોય, નારાયણનું નામ લેતા હોય એ મદિરમાં ન જઈ શકે એમ ભાગવતધર્મ માં કહ્યું છે કે ? પેલા કહે: ના. એ જઈ શકે. પણ ફરી ફરીને એ વાત આવતી હતી કે આ સુધારા તો ઠીક છે, પણ આપ શા સારુ આ લઈને બેઠા છે ? આપનું બધું બળ લોકેાની આપને વિષેની ભક્તિમાં છે, અને આપ ભક્તિ ખાઈ બેસતા જાએ છે, લોકોની વચ્ચે ભાગલા પડતા જાય છે એ આપની રાજદ્વારી દષ્ટ્રિએ પણ સારું નથી. બાપુ : એ તો કોણ જાણે ! પણ તમને ખાતરી આપું કે લોકોની વચ્ચે ભાગલા નહીં પડે. હું પડાવવા માગુ તો ના ? અને લોકોની ભક્તિ ઉપર જ બધું શા સારુ નભી રડેવું જોઈએ ? મારાં કામ ઉપર નભી રહે, અને હું તો માનું છું કે મારા કામ ઉપર નભેલું છે. પણ વાત એ છે કે આમ તો આપણે ગમે તેટલા દિવસ વાતો કરીએ અને કશું પરિણામ ન આવે. પેલા કહે : પરિણામ શું આવે ? કાળ કાળનું કામ કર્યું જો. બાપુ : એટલે તમે સુધારા આવશ્યક માને છે. પણ તે કાળ કરી લે એમ કહો છે ના ? પટવારી : હા. વચ્ચે એકાદ વાર અમારા તરફ ફરીને કહે : ભાઈ જોજો, આમાંથી કાંઈ છાપામાં આપતા મા હા ! પછી કહે : કાંઈક વ્યવહાર સમજીને તે કામ કરી? આટલા બધા લેાકાની આંતરડી શા સારુ દૂભવ છે ? અમે દુનિયામાં રહીએ છીએ કે હિમાલયની તળેટીમાં ? a બાપુ કહું : નહી' દુનિયામાં કે નહીં હિમાલયની તળેટીમાં; પણ તમે તે કાઠિયાવાડમાં રહા છે ! પછી બાપુ કહે : પણ તમે મને સીધા સવાલ પૂછાની કે તમને શું નથી પસંદ પડતું, શું નથી સમજાતું. પટવારી: અમે તિરસ્કારથી ભંગીને નથી અડતા એમ કેમ કુહા છે ? | બાપુ : સમજાવું તમને ? મારી મા અમને ઘણી વાર ન અડતી, પૂજામાં બેસવાની હોય, નાડી ધાઈ હાય, અમે બહાર રખડી આવ્યા હાઈ એ. પણ એ તો ઊકલા ભગીને પણ નહોતી અડતી. શું તેના અમારા પ્રત્યેના પ્રેમમાં અને ઊકલા ભગી પ્રત્યેના વતનમાં કાંઈ ફરક નહીં' કે ? e પટવારીએ બીજું પૂછયુ : તમે તો બધી વર્ષો વચ્ચે રાટીએટીવ્યવહાર થવો જોઈએ એમ કહો છો!