પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
સનાતનીઓના અજ્ઞાનજન્ય આક્ષેપો


બાપુ: મારી દૃષ્ટિએ એ ખોટું નથી એમ કહીને, મેં કહ્યું છે કે અસ્પૃશ્યતાની હિલચાલ સાથે એને સંબંધ નથી. અને જ્યાં આવાં જમણો થતાં હતાં ત્યાં એ વસ્તુ મેં અટકાવી પણ ખરી. પટવારી : મે' તો ‘ટાઈમ્સ’માં એટલું જ વાંચ્યું છે કે તમે રોટીએટી-વ્યવહાર બધી કામો વરચે ઈ છે, બાકીની મને ખબર નથી. બાપુ : તમને બતાવી દઉં કે હું કહું છું તે બધું મારા લેખમાં છે, તો તમે હજાર રૂપિયા હારી જશો ડોસા હસ્યા. પછી પૂછ્યું : તમે રજસ્વલા ધર્મમાં માને છે કે નહીં ? - બાપુ કહે: માનું છું, પણ એને ખુલાસે કરું. કાઈ બ્રહ્મચારિણી સ્ત્રી હોય અને તે રજસ્વલા થતી હોય તોયે તેને અસ્પૃશ્ય ગણી તેના રજસ્વલાપણાનું તેને સ્મરણ કરાવવું હું મેગ્ય નથી ગણતા. વળી હું રજસ્વલા ધર્મ ન પાળનારીને પતિત ન ગણું. ધારો કે કોઈ વેશ્યા રજસ્વલા ધર્મ પાળતી હોય અને કોઈ ગૃહસ્થ ધર્મ પાળનારી પવિત્ર સ્ત્રી રજસ્વલા ધમ ન પાળતી હોય તો તેના કરતાં પેલી વેશ્યા ચઢે કે ? ડાસા ગૂંચવાયા. એમણે આ બધું શેનું વિચાર્યું હોય ? પછી વસંતરામ શાસ્ત્રીનું પુરાણ ચાલ્યું. ડીસા કહે : એણે તો તમારા લેખોમાંથી જ વાકય ઉતાર્યા છે. - બાપુ કહે : આખો લેખ વાંચી જજે અને પછી તમે મને કહેજે. મારી તકરાર તમારી સાથે એ છે કે તમારે મારું લખેલું વાંચવું નહી, બીજા કહે તે વાંચવું અને અનુમાન બાંધવાં. એનું શું થાય ? વસંતરામ તે કોઈ મહા મલિન માણસ લાગે છે. એણે જરૂડાણ ફેલાવ્યાં છે. એમની સાથે આવેલા એક ભાઈ એ કહ્યું : કાકા, તમારે ‘નવજીવન’ની ફાઈલ જેવી હશે તે બતાવીશ. તમે એમ કરો, થોડા સવાલ લખી કાઢો અને એના બાપુની પાસે લેખી જવાબ છે એટલે પછી તમારા જેવા બીજા અનેકાની શંકા દૂર થાય. અહીઃ આંબાવાડીમાં આવ્યા તે પહેલાં કલેકટર મળવા આવી ગયા. રસ્તામાં મળે ત્યાંથી એ પણ ‘ ઐફિસ’ જોવા આવ્યા. ફાઈલ વગેરે જોઈ ને કહે : આ તો ખરેખરી કિસ છે. ઢગલાબંધ ફાઈ લો અને કાગળિયાં. પછી કહે : રજા ભોગવ્યા પછી કામ કરવું એ સારું છે. તમે રજા ભોગવી લીધી. અને હવે તમારી પાસે ઢગલામોઢે કામ આવી પડયું છે. આ ભારે વસ્તુ છે. કામ બહુ કઠણ છે. પણ એ ઉપાડયા વિના