પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
પ્રશ્ન નહીં પણ અનિષ્ટ - કલંક – શાપ


ચાલે એવું નહોતું. તમે લોકોના દિલને ઠીક ધક્કો લગાવ્યો છે. તેઓ પોતાની મેળે વિચાર કરતા થઈ ગયા છે. અનિષ્ટ એવું છે - હું એને પ્રશ્ન” નહીં કહું – કે એને પ્રતિકાર કરવા જ જોઈ એ. બાપુ : આ તો કલક- શાપ છે. પોતે આઈરિશમૅન હોઈ આયલેંડમાં અને સ્પેનમાં ધર્મગુરુવર્ગનું જોર વર્ણવ્યું, અને કહ્યું કે જબરાં સ્થાપિત હિતો છે ! બાપુની સાથે વાત કરતાં ઠક્કરબાપા બોલેલા : તમારે હવે અહીં કયાં લાંબું રહેવું છે ? એના જવાબમાં બાપુએ કહેલું : પાંચ વરસ તો ખરાં જ. એ ઉપરથી નરહરિ કહે : પાંચ વરસ રહેવું પડશે એમ બાપુ માનતા હશે ? વલ્લભભાઈ કહે : નાહકનો ગભરાય છે ! એમાં ગભરાવાનું શું છે ? એટલે ૬૯-૭૦ વર્ષ બાપુ જીવશે એવું તો નક્કી થયું ના ! પછી શું ? e વલ્લભભાઈની કામ કરવાની ચપળતાનું વર્ણન કરતાં બાપુ કહે : એટલુ ઝપાટાબંધ કરે છે કે આપણને આશ્ચર્ય થાય. દાડમ છોલતા અને રસ કાઢતા હોય તો આપણને લાગે કે ધીમે ધીમે કરે છે પણ ઝપાટામાં બધું પતાવે છે. પાકીટો બનાવે છે તે પણ કશી ધાંધલ વિના. થાકતો જ નથી. ઢગલે પાકીટ કાઢયે જ જાય છે. અને એને માટે માપની જરૂર નથી પડતી. હથોટી બેસી ગઈ છે એટલે અટકળથી કરે છે પણ સેંકડે પાકીટે સરખાં જ બનાવ્યું જાય છે. પરમાનંદ કાપડિયાના કાકાસાહેબ મારફત કાગળ આવ્યા : “ ગુર વાયુરના ઉપવાસનું આખું પ્રકરણ ભારે ગ્લાનિકારક છે. ૮-૨– રે કેલપ્પનની મૂર્ખાઈ સુધાર્યા પછી તેની સાથે પાછા ઉપવાસ, વળી મતગણતરી, વાઈસરોય કાયદાને મંજૂરી આપે ત્યાં સુધી રાહ જોવી, એ બધું બહુ વિચિત્ર લાગે છે. અસહકારીને વળી વાઈસરૉયને અપીલ શી કરવાની ? મંજૂરી શી મેળવવાની ? વળી તમને ઉપવાસનું જ સૂઝયાં કરે છે. અને કેલપનના અને અપાના ઉપવાસ પણ તમે જ ઉઠાવી લીધા. એનો અર્થ એ છે કે તમે કંટાળ્યા છો અને તમને નિરાશા થઈ છે.” એને જવાબ:

  • ગરવાયરની ચાવી તમારા વાક્યમાં જ પડેલી છે. તમે કહો છે કે પ્રધાનમંડળના ઠરાવ ખેંચાયા તેમાંથી એ ફણગા ફટયો એ અક્ષરશ: સાચું છે. હું જ્યારથી હિંદુસ્તાનમાં આવ્યું છું ત્યારથી લોકોને પ્રતિજ્ઞાનું