પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
સ્વરાજ તે વટવૃક્ષ જેવું છે


મૂલ્ય સમજાવતો આવ્યો છું, પણ જોઉં છું કે તમારા જેવાને પણ એ વાત સહજ નથી થઈ ગઈ. એ ઠરાવ ખેંચાતી વખતે પ્રજાને નામે માલવિયાજી જેવા મહાપુરુ ની સરદારી નીચે પ્રતિજ્ઞા થઈ. એ પ્રતિજ્ઞાના પાલનને એક ક્ષણને સારુ પણ રસળતું મુકાય અને સ્વરાજ્ય લેવાય એ અને કે ? જેટલી ઉતાવળ હરાવ ખેંચવાને સારુ કરવી પડી તેનાથી વધારે ઉતાવળ મારી દૃષ્ટિએ અસ્પૃશ્યતા નાબુદ કરાવવાને થવી જોઈએ; પછી ભલે એને વખત લાગે. પણ એ પ્રવૃત્તિની ગતિ ઠરાવ ખેંચાવવાની ગતિના કરતાં વધારે હેવી જોઈએ. સ્વરાજને તમે આનાથી ભિન્ન કેમ માને છે ? સ્વરાજ એ એક સીધા સંળયો નથી, પણ વડવૃક્ષના જેવું છે. એને ધણી ડાળીઓ છે, અને એક એક ડાળી મૂળ થડની સાથે હરીફાઈ કરનારી છે. જેને જેને પાછો તેથી આખા વૃક્ષને પોષણ મળે જ. કોને કયારે પાધવી એ કાઈ હરાવી શકતું નથી. એ કામ સમય કર્યા કરે છે.

  • કેલપનની ભૂલ યુકિંચિત હતી. કેલોપનની પાસે એનું પગલું ખેંચાવ્યા પછી તેને હું ત્યાગ કરત તો તમે બધા છેવટે મારા ત્યાગ કરત. જે મનુગ્ય એક રંક સાથીને અણીને વખતે છાડે છે એ કેડી સમાન છે.

- ૬૮ બીજા પ્રશ્નો જે તમે ઉઠાવ્યા છે એનો જવાબ સચોટ આપી શકાય એમ છે. પણ એ મારી અત્યારની મર્યાદાની બહાર છે, એટલે હું જીવતો હઈશ તો બીજે પ્રસંગે સમજાવીશ. મારા ઉપવાસ નથી નિરાશામાંથી ઉદ્ ભવતા, નથી થાકમાંથી નીકળતા. એના મૂળમાં મારી અખંડ આશા અને પ્રબળ ઉત્સાહ રહ્યાં છે. તમે ધારો છે. તેવા તે સસ્તા પણ નથી. છેલ્લે ઉપવાસ મુલતવી રહ્યો એ ન રહેત તો અધમ થાત. પણ આ બધું અત્યારે તે અધૂરું જ સમજાવી શકાય. વાત એ છે કે સત્યની શોધો મારો પ્રયોગ નવી જ રીતે ચાલી રહ્યો છે. એટલે નિત્ય નવી વસ્તુઓ જે મેં પણ પૂવે ન જાણી હોય તેવી મને સૂઝે છે અને એ પ્રજાની પાસે મુકાય છે. એ બધું ઝટ કેમ સમજી શકાય ? અને વળી મારાથી છટથી સમજાવી ન શકાય. પણ સત્યને વાચાની બહુ જરૂર રહેતી નથી જેને જરાય રહેતી હોય તો ! પુષ્પની સુગંધની જેમ સત્યમાં પોતાની મેળે ફેલાવાની શક્તિ છે. ભેદ અાટલો છે કે સુગ'ધ થાડી વારમાં ફેલાતી બંધ પડે છે, જ્યારે સત્યની ફેલાવાની ગતિ અનંત છે અને નિત્ય વધતી જાય છે. એ આપણે માપી શકતા નથી, તેથી એ નથી એમ માની લેવાની ભૂલ ન કરીએ. એટલે તમે ધીરજ રાખજો, વિશ્વાસ રાખજો, નિરાશાને કદી સ્થાન ન દેતા.”