પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
શાસ્ત્રાર્થ - અસ્પૃશ્ય કોણ ?


૩૧ સુબ્રહ્મણ્યમ શાસ્ત્રરત્ન આવ્યા. એમની સાથે દુભાષિયા મારફત વાતા થઈ: શાસ્ત્રી: આપ ત્યાગમૂર્તિ છે, આપનાં દર્શને પવિત્ર થયો છું. કેટલાય સમય થયો મારી મનીષા આપને મળવાની હતી. મને ઈચ્છી તે પ્રશ્ન પૂછી. બાપુ : અસ્પૃસ્ય કાણુ ગણાય ? શાસ્ત્રી : શ્રાદ્દાબૂ ચદ્રઃ યુઃ ગાતઃ સ સરકૃરય: I એ જ ચાંડાલ. બાપુ : આજે એવા કોણ છે એનું પ્રમાણ છે ? શાસ્ત્રી : હું તો શાસ્ત્રપ્રામાણ્ય કહું છું, પ્રત્યક્ષ વચન નથી કહેતા. બાપુ : આજે એવા કાઈ ચાંડાલ છે ? શાસ્ત્રી : બ્રાહ્મણીમાં શકે ઉતપન્ન કરેલા લોકો છે એમ તે ન કહી શકાય. પણ પૂવે એવા ઉતપન્ન કરેલા માણસના કુળમાંથી ઉત્પન્ન થયેલા તો હાવા જ જોઈ એ. એ તો અસ્પૃશ્ય જ છે. બાપુ : શું એમનાં બધાં સંતાનો-વંશ પછી વશ –બધા ચાંડાલે છે ? શાસ્ત્રી : હા ! બધા જ. બાપુ : ત્યારે તો એમ જ ના કે જે આજે અસ્પૃશ્યો કહેવાય છે તે બધા પ્રથમના ચાંડાલેનાં જ સંતાન છે. શાસ્ત્રી : હા. બાપુ : તે તો તમે એવા બેહૂદા નિર્ણય ઉપર આવશા કે પંદર વરસ ઉપર જે અસ્પૃશ્ય નહોતા ગણાતા, તેમનું વગીકરણ અંગ્રેજી ચાપડીએમાં તમે કહો છો તેવું કરવામાં આવશે તે એ બધા અસ્પૃશ્ય ગણાશે. શાસ્ત્રી : એવા કેાઈ છે કે જે ૧૫ વર્ષ ઉપર સ્પૃસ્ય હતા ને આજે અસ્પૃશ્ય છે ?' બાપુ : આજે તો સેન્સસમાં — વસ્તીગણતરીમાં જેમને અસ્પૃશ્ય ગણ્યા છે તે જ અસ્પૃશ્ય ગણાય છે. શાસ્ત્રી : ના, એ બધા નહીં. બાપુ : ત્યારે કે અસ્પૃશ્ય ? શાસ્ત્રી : હું તો જે અગાઉના ચાંડાલના વંશજ હોય તેને જ અસ્પૃશ્ય કહું છું. બીજાને તો પ્રાયશ્ચિત્તથી સ્પૃશ્ય બનાવાય.' બાપુ : પણ ચાંડાલના વંશજની નોંધ કયાં છે ? સ્વીકારે છે કે એવી નોંધ મળતી નથી. શાસ્ત્રી : ચાંડાલના વંશજનાં લક્ષણ કેવાં હોય એ બતાવનારાં વચના તો છે જ. અને તેમને એવા અમુક વખત સુધી જ ગણવામાં આવે છે. અમુક વખત પછી કોઈ અસ્પૃસ્ય નહીં રહે.