પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
જાતિચાંડાલ અને કર્મચાંડાલ


બાપુ : પણ આજે તમે એવાને શી રીતે શોધી શકશે ? શાસ્ત્રી ; એમની રીતભાત ઉપરથી. બાપુ : તો તે રાજ તમારે શોધ કર્યા જ કરવી પડે કે કોણ ચાંડાલ છે અને કોણ નથી ! શાસ્ત્રી : હું ચાંડાલને અને અ-ચાંડાલને પારખી શકુ. બાપુ : પણ શી રીતે ? એવી પારખ તમે કરી છે ? તમે કહો છો તે કાઈ ને ગળે ન ઊતરે. કાઈ શાસ્ત્રીએ આવી દલીલ નથી કરી. ચાંડાલને પારખવાનું અશક છે. એવાં લક્ષણ તે અ-ચાંડાલમાં પણ જોવામાં આવે અને આજે જેઓ અસ્પૃશ્ય ગણાય છે તેમનામાં ન જોવામાં આવે. - શાસ્ત્રી : જાતિચાંડાલ તો પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય. કર્મચાંડાલને માટે પ્રાયશ્ચિત્ત નથી બાપુઃ જાતિચાંડાલને શું પ્રાયશ્ચિત્ત કરવું પડે ? શાસ્ત્રી : ૯૬ ક્ષેત્રો છે. તે બધાં ક્ષેત્રમાં ચાલતા જઈ દરેક ઠેકાણે ત્રણ દિવસ રહી તીહાર કરે તો જાતિચાંડાલ શુદ્ધ થાય છે. શ દ્ર પુરાણમાં આ છે. આ પછી એ બ્રાહ્મણામાં ઉત્તમ બને.' બાપુ : મંદિરમાં પ્રવેશ કરવા માટે લાયક થવા આટલું કરવું પડે ? શાસ્ત્રી : ના, બ્રાહ્મણ થવાને માટે. બાપુ : પણ મારે એને બ્રાહ્મણ નથી બનાવા. મારે તો એને માત્ર મંદિરમાં જવા લાયક કરી છે. શાસ્ત્રી : એણે માંસ, ગોમાંસ, મદિરા છોડવાં અને સૂતક છેડે. આમ ત્રણ વર્ષ કરે તો એ પૃસ્ય થાય. બાપુ : એટલે એણે શાકાહારી બનવું ? શાસ્ત્રી : હા; આજે તો મંદિરમાં જે પુરહિત હોય છે તે પણ પોતાના કામ માટે લાયક નથી. બાપુ : ત્યારે કાલિ મંદિર જેવાં મંદિરો તમારી વ્યાખ્યા પ્રમાણે મંદિર નથી, કારણ ત્યાં તો બકરાં મારવામાં આવે છે. શાસ્ત્રી : એવા મંદિરમાં જાતિચાંડાલે અવશ્ય જાય. બાપુ : ત્યારે એવાં મંદિરો – ચામુંડા મંદિર જેવાં –માં એ લોકાને ન જવા દેવા એ બરાબર નથી ? શાસ્ત્રી : હા; એ અયોગ્ય છે. બાપુ : ત્યારે કર્મચાંડાલ કાયમી અસ્પૃશ્ય છે ? શાસ્ત્રી : હા. બાપુ : કર્મ ચાંડાલ કાણુ ?