૩૫૦ ઉપવાસ તાડતાં અચી ગયા એ ઊભા થયા અને કહ્યું : હવે તમે એ ખરેાબર વાંચીને વિચાર કરી જુએ. કાલે તે બકરાં મેાકલું ના બાપુએ ઉતાવળે કહી દીધું : આજે હમણાં જ મેાકલા. મને સહેજ ધ્રાસકા પડચો પણ હું ન એલ્યેા. બાપુએ કાગળ લખાવવા માંડયો. લખાવ્યેા, પણ કાગળ વાંચીને મને સતેાષ ન થાય. મેં અંદર કાંઈ કાંઈ સુધારા સૂચવવાને પ્રયત્ન કર્યો, પછી કહ્યું : હડસને જે છૂટ '૩૨માં આપેલી અને જે સાષકારક ન લાગવાને લીધે આપે ઉપવાસની નેટિસ આપેલી તેમાં અને આમાં કેટલે ફેર છે એ જોવું જોઈએ. બાપુ કહે : એમાં ફેર તેા છે, પણ હવે તેા તમે બીને જ કાગળ લખેા. એ તે। હેલ્સિ’ગફેાસ જવાનું ઠરાવીને તુરત માંડી વાળ્યું હતું તેવુ થયું છે. ઉપવાસ ન જ તેાડી શકાય એમ જોઉં છું. લખા કાગળ. એમ કહીને કાગળ લખાવ્યેા. હુકમા અસલ હિંદુસ્તાન સરકારના હુકમે જેટલી હદ સુધી જતા નથી, એટલું જ નહીં પણ તેને આત્મા એમાં નથી, અને સરકારનું દરિદ્રપણું બતાવે છે, એટલે એ સ્વીકારીને પછી સરકાર સાથે લાંબી ચર્ચા કરવાની અધિયારી સારવી એ ખરેાબર નથી, ઉપવાસ કરી નાખેલે જ છૂટકા છે એમ ખેાલ્યા અને એ જ ભાવ કાગળમાં આપ્યા. મેં કહ્યું : આમાં અણુવિશ્વાસ પણ છે, અને આપે ગયે વર્ષે આપનું વચન સારી રીતે પાળેલું એ વાતને પણ સ્વીકાર નથી.
બાપુ કહે ના અવિશ્વાસ નથી. અવિશ્વાસ હેાય તે ગમે તેને મળવા ન દે, પણ એમાં નીચતા છે. એ નીચતા ક્રમ સાંખી લઈ શકાય? કાગળ ગયે। અને યાર્ડમાં આંટા મારવા માંડયા. મને કહેઃ ઉપવાસ ઘેાડચો હાત તા મારા દુ:ખનેા પાર ન રહેત. હવે તમારા ઉપર થાડા દોષ તે। આવવાને કે આ માણસે ઉપવાસ ચાલુ રખાવ્યા. અને તમે થાડે અંશે જવાબદાર તેા છે જ. તમને એ હુકમથી સાષ થઈ ગયા હોત તે મને શંકા થાત જ નહીં. માણસના મન ઉપર કેટલી કેટલી વસ્તુએ અસર કરે છે તેની ઘેાડી જ ખબર પડે છે ? માનવતા અને નબળાઇની વચ્ચે પાતળી દારી રહેલી છે તેની કાંઈ ખબર પડે છે? પણ મને ખાતરી છે કે તમારા આમાં ફાળે છે. એવી જ રીતે મારી નબળાઈથી મને બચાવતા રહેજો. મેં કહ્યું : નબળાઈની વાત નથી, ખરી નિણુયશક્તિની વાત છે, એટલે ફરી ફરીને તેાળવાનું મન થયું અને આપે બકરાં મેાકલવાનું તુરત કહી દીધું એ મને ઉતાવળ લાગી.