[બાપુને યરવડા જેલમાંથી સાસન હાસ્પિટલમાં લઈ ગયા. અને મહાદેવભાઈની ખેલગામ જેલમાં બદલી કરવામાં આવી. સાસૂન હોસ્પિટલમાં બાપુની તાંબયત ઝપાટાબંધ બગડવા માંડી. એકવીસ દિવસના ઉપવાસ રક્ષ્મી મેએ પૂરા થયા અને ૧૬મી ઑગસ્ટે છેલ્લેા ઉપવાસ શરૂ થયેા. આમ એકવીસ ઉપવાસને ત્રણ મહિના પણ પૂરા નહેાતા થયા ત્યાં પાછા આ ઉપવાસ આવ્યા. એટલે આ વેળા શરીરને કષ્ટ બહુ જ પડયું. એમાંય ૨૪મી પહેલાંના બેત્રણ દિવસની શારીરિક વેદના બહુ જ વિષમ હતી. બાપુએ પેાતે જ છૂટચા પછી લખેલા એક કાગળમાં પેાતાની સ્થિતિનું વર્ણન કર્યું છે: “હું તે। આશા છેાડીને બેઠા હતા. ૨૩મીએ રાત્રે જ્યારે ઊલટી થઈ ત્યારે મને થયું કે હવે વધારે નહીં ટકી શકાય. મૃત્યુ સામે બાથ નહીં ભીડી શકાય. ૨૪મીએ બપારે તા મારી પાસેની વસ્તુએનું દાન પણ કરી દીધું.” નૌં તથા બરદાસીએને વસ્તુએ આપી દીધા પછી કહી દીધું કે હવે કાઈ મને ખેલાવશે। નહીં અને મને પાણી પણ આપશે। નહી. બા પાસે હતાં તેમને પણ જવાનું કહ્યું. અને આંખે! મીચી રામનામ લેવા માંડ્યુ. આ તે બિચારાં સ્તબ્ધ થઈ તે ઊભાં રહ્યાં. આ જ વખતે મિ. ઍન્ડ્રૂઝ, જેએ મુંબઈના ગવન રને ત્રણ દિવસથી આપુને છેાડી મૂકવાનું સમજાવી રહ્યા હતા તેઓ પેાતાના પ્રયત્નમાં સફળ થયા અને બાપુને છોડવાનેા હુકમ લઈ તે મારતી મેટરે હોસ્પિટલમાં આવ્યા. અને ત્યાંથી બાપુને તથા માને પેાતાની સાથે લઈ તે પકટીમાં ગયા. તબિયત જરા સારી થઈ એટલે બાપુએ જાહેર કર્યુ` કે જોકે સરકારે એમને છોડી મૂકયા હતા, છતાં એક વરસની સજાની મુદત પૂરી થાય ત્યાં સુધી પોતે સીધી રીતે સવિનયભંગની લડતમાં ભાગ નહી લે અને બધા વખત મુખ્યત્વે હરિજનકા માં જ ગાળશે. ત્યાર પછી તેમણે ઐતિહાસિક હરિજનપ્રવાસ શરૂ કર્યો અને અસ્પૃશ્યતાનિવારણ માટે તથા તેને અંગે ફાળા એકઠા કરવા આખા દેશમાં ભ્રમણ કર્યું. – સંપાદક:] ૩૧૫ -
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૬૭
દેખાવ