પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
હિન્દી યુરેપિયનમાં ભેદભાવ ન થાય



આખરે બાપુએ શાસ્ત્રીને આનંદશંકરભાઈની વ્યવસ્થા બતાવી. એ વ્યવસ્થાના જવાબ આપવાનું બીડું શાસ્ત્રીએ ઝડપ્યું અને પછી કહ્યું : આનંદશંકર હાર કબૂલ કરે તે પછી આપ પણ કબૂલ કરેા કે? બાપુ કહે : ના, કારણુ મારા મતને આધાર એના ઉપર નથી. હાં, એ હાર કબૂલ કરે તેા મારે ખૂબ વિચારવાનું રહે ખરું. ૨૦-૨-૨૨ આજે . . .એ ત્રણ કલાક લીધા. બધી મુલાકાતેા લગભગ ચાર વાગ્યા સુધી મુલતવી રહી. અતિશય ત્રાસ આપ્યા. સાંજે બાપુ કહે : હું આજે છેક નિચેાવાઈ ગયેા. એક નાનકડી વાત કબૂલ કરાવતાં એ માણસે એટલેા ત્રાસ આપ્યા. રાત્રે તેલ ચેાળાવતાં કહે : માથુ આજે ખૂબ દુ:ખે છે. કપાળ ઉપર તેલ જરા વધારે ઘસેા. ઠંડ નાક સુધી ક્રોધ આવ્યેા હાય અને તે રાકી રાખવેા પડે એટલે કેટલી બધી તાણ પડે! અહીં આ યાર્ડમાં એ સ્વીસ સટારિયા લાંબી સજા લઈ તે આવેલ છે. તેમાં એક ક્ષયરેાગી છે. સામાન્ય રીતે ક્ષયરાગીને માટે અલગ યાર્ડ છે, એ યાર્ડ નામેા છે એ કારણે, કે એમાં હિંદીએ છે અને એમની સાથે આ યુરેપિયનને શી રીતે મુકાય એ કારણે કે ગમે તે કારણે મેજર ભંડારીએ એને અમારી સામેની એરડીમાં મૂકયો. વલ્લભભાઈ તે એ વાત ખરેાબર ન લાગી. એ કહે કે હિંદી હાત તે! અહીં રાખત? અને જે તેમ હોય તેા યુરેપિયન છે માટે કેમ અહીં રાખવામાં આવે? બીજે દિવસે એમણે મેજર મહેતા આગળ સપાટેા લગાવ્યા : તમને શરમ નથી કે તમે કૈાની જિંદગી જોખમમાં મૂકે છે!? એ માણસને ત્યાંના વાસણમાંથી દૂધ પીને બિલાડી અમારે ત્યાં દૂધ પીએ એની મારફતે પણ ચેપ આવે. એ માણસને આખી રાત ઉધરસ આવે છે. હું તે વિરેાધ કરીશ, વગેરે વગેરે. સવારે આ માણસને મેજરા ોઈ ગયા અને પેલા યાર્ડ માં લઈ જવાને હુકમ આપી ગયા. એને લઈ જતા હતા ત્યાં આપુને વલ્લભભાઈ એ ખબર આપી. બાપુ કહે : શી રીતે આમ થયું? વલ્લભભાઈ એ મેજર સાથે થયેલી વાત પેાતાની તમે કહી સંભળાવી. બાપુને દુ:ખ થયું. એ યુરેપિયન છે માટે આ બધુંને? આપણને યુરેાપિયનને દ્વેષ શે? આપણા સગા જ કાઈ એવી રીતે પીડાતા હાય તા? આપણામાંથી મહાદેવને એમ થયું હોય તેા આપણે એને જવા દેશું કે સાથે જ રહે અને આપણે સેવા કરીએ એમ માગણી કરીશું? શુદ્ધ