૨૪ આંતરવિગ્રહ અશકય છે ૧૬મી જાન્યુઆરી ૧૯૩૩ના રાજ એ. પી. આઈ. ના પ્રતિનિધિને મુલાકાત આપતાં ગાંધીજીએ, અમદાવાદના શેઠ ચિમનલાલ ગિરધરદાસ પારેખે વાઇસરોયને કરેલા તાર વિષે આશ્રય વ્યક્ત કર્યું. એ તારમાં વાઇસરોયને એવી આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી કે અસ્પૃશ્યતાને લગતા એ કાયદાને ધારાસભાએમાં રજૂ કરવાની મંજૂરી તમારે ન આપવી. તેમાં એમ પણ જણાવ્યું હતું કે જો મંજૂરી આપવામાં આવશે તા ધાર્મિક આંતરવિગ્રહ થવાની સઘળી શકચતા છે. ગાંધીજીએ કહ્યું : મારી ખાતરી છે કે શેઠ ચિમનલાલ એમ માની શકે જ નહીં કે દેશમાં આંતરવિગ્રહની જરાય શકયતા છે. સનાતનીએને કરેલી મારી અપીલમાં મેં સ્પષ્ટ કર્યું છે કે આવું બને એમ હું કલ્પી જ શકતા નથી. સુધારકાને કાઈ પણ ઓળખતું હાય તા જરૂર હું તેમને ઓળખુ છું. વિગ્રહ તે। ત્યારે જ થાય જ્યારે એકબીજા સામે લડવાને માટે એય પક્ષ તૈયાર હોય. એ હાથ વિના તાળી પડી શકે નહી. જેએ પેાતાને સનાતની કહેવડાવે છે તેઓ વિગ્રહ કરવાને આદર કરશે તાપણ હવામાં પેાતાનાં શસ્ત્રા તે વીંઝવાના છે. પણ વિગ્રહ શા માટે થવા જ જોઈ એ ? વાઇસરાયે મંજૂરી આપવાને વિધિ કરવાનેા છે તે પસાર થયેલા કાયદાને નહીં પણ રજૂ કરવાના કાયદાને છે અને એ કાયદા પસાર થયા પછી પણ તેમાં લડાઈ તે માટે તેા જરાય અવકાશ નથી. લડાઈના સ ંભવ તા તા ગણાય જો બાજી સુધારકાના હાથમાંથી ચાલી જાય અને નિરાશ થયેલા તથા ઉશ્કેરાયેલા હિરજનેા પેાતાના તરફથી આ વસ્તુ ઉપાડે અને સવર્ણ હિંદુએના આખા સમુદાય સામે પેાતાના હકો માટે લડે. પણ સનાતન ધર્મ'ની આબરૂ સાચવવા માટે સુધારકા જીવતા છે ત્યાં સુધી તેા આવી શકયતા બહુ દૂરની છે. આ કાયદા તે જ પસાર થઈ શકે જો સંગીન હિંદુ લેાકમત તેની પાછળ હાય. જો લેાકમતનું પીડખળ ન હાય તેા કાયદેા પસાર થઈ શકે નહીં. એટલે હું તે! આશા રાખુ છું કે તમે હમણાં જે તાર પ્રત્યે મારું ધ્યાન ખેચ્યું છે તેનાથી કાઈ એ ભડકવાની જરૂર નથી. ૩૯૦
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૯૨
દેખાવ