મને સવાલ સનાતનીએ પાસે માગણી se જેએ કરવા ગાંધીજીએ ઉમેયુ : શ્રી આયંગર અને ખીજા સનાતનીએ એમ કહે છે કે અમે હરિજને પ્રત્યે ખરાબ વર્તાવ રાખવા માગતા નથી અને એમની આર્થિક તથા બીજી સાંસારિક સ્થિતિ સુધારવા ઇચ્છીએ છીએ તેમની આગળ આ માગણી હું રજૂ કરું છું. તેએ હિરજન સેવક સંધમાં જોડાય, તેને નાણાંની મદદ કરે અને હિરજનેાની સાંસારિક સ્થિતિ સુધારવાને કા ક્રમ હાથ ધરે. કેવળ મદિરપ્રવેશનેા પ્રશ્ન મારા ઉપર અને મારા જેવા વિચાર કરનારા ઉપર છોડી દે. શ્રી આયંગર જાણતા હોવા જોઈએ કે સંઘમાં કોંગ્રેસીએ બહુ ઘેાડા છે. તેમાં ઘણા આગેવાન લિબરલા જોડાયેલા છે. સનાતનીઓ કહે છે તે પ્રમાણે સાચે જ ઇચ્છતા હોય તે। સંધને નાણાં અને કાર્ય કર્તાએ પૂરા પાડીને સ ંધને કબજો તેએ લઈ શકે છે અને સધની નીતિ ઘડી શકે છે. આ વસ્તુ તેમને અનુકૂળ ન આવતી હેાય તે તેએ બીજી હરીક સંસ્થા કાઢે અને આખા દેશમાં તેની શાખાએ ફેલાવે અને એમ કરીને હિરજને ને ઉપકારવશ કરી તેમનાં હૃદય જીતી લે. હું મદિરપ્રવેશની ચળવળ ચલાવીને ધામિક પુણ્ય મેળવવાને અને એકસપાટે હિરજને અને સવષ્ણુ હિંદુએને ઉદ્ધાર થઈ શકે છે, બન્નેની વિશુદ્ધિ પણ થઈ શકે છે, અને આપેઆપ હરિજનેાની સાંસારિક સ્થિતિ પણ સુધારી શકાય છે, એ બતાવવાનેા ચાન્સ લઈશ. શ્રી આયંગરે સમજવું જોઈએ કે મેટા જનસમુદાયને લાગતીવળગતી બાબતમાં ક્રાઈ બાજી' બહુ ચાલી શકે નહી. તેમને તે દરેક માણસ અપીલ કરી શકે અને સમજાવી શકે. એટલે ત્યાં તે આખરે પ્રમાણિકતા અને સંગીન કામ એ જ કાવી શકે. આ ધાર્મિક આમતમાં દખલગીરી નથી ધાર્મિક બાબતમાં દખલગીરીને! આક્ષેપ મૂકવામાં આવે છે એ પ્રશ્ન વિષે તા પહેલાંના નિવેદનમાં મેં કહેલું જ છે. મારા વિચારની અહી હું પુનરુક્તિ કરું કે જ્યારે લેાકેાના હાથમાં ખરી સત્તા આવશે ત્યારે પણ રાજ્ય તરફથી ધાર્મિક દખલગીરી થાય એને વિરોધ કરવામાં હું અગ્રણી હોઈશ. પણ સનાતની એય તરફના લાભ લઈ શકે નહીં. મારા જેવાને જે એક પૂર્વગ્રહ અથવા તેા એથીયે ખરાબ વસ્તુ લાગે છે તે ટકાવી રાખવા માટે એમને કાયદાની મદદ પણ લેવી છે—જેવી તેમણે પહેલાં લીધી હતી—અને જ્યારે હું એ દરમિયાનગીરી દૂર કરવાનેા પ્રયત્ન કરું છું ત્યારે એ પૂર્વગ્રહના ટેકેદારા ધાર્મિક બાબતમાં દૃખલગીરીનું બુમરાણુ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૯૯
દેખાવ