લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૫૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૯
 
૪૯૯
 

છાપાંજોગુ નિવેદન કલાક અબ્દુલ ગફ્ફારખાન, પંડિત જવાહરલાલ નેહરુ અને બીજાએને જીવતા દાટવામાં આવેલા છે ત્યાં સુધી કશું સમાધાન થઈ શકે નહીં. ખરી વાત તે એ છે કે જેલની બહારના કાઈ પણ માણસને વિનયભંગ પાછે ખેંચી લેવાની સત્તા નથી. મને જે વખતે પકડવામાં આવ્યા તે વખતે કારાબારી સમિતિ હસ્તીમાં હતી તેને જ એ સત્તા છે. કોંગ્રેસની જે સવિનયભંગની લડત વિષે વધુ કશું હું નહીં કહું. કદાચ કહેવું જોઈ એ તે કરતાં મે વધારે કહી નાખ્યુ છે. હવે મારે કશું પણ કહેવાનું હાય તા હું છાપાંવાળાઓને વીનવીશ કે તેઓ મને હમણાં જરા પણ તકલીફ ન આપે. મતે : મળવા આવવાની ઇચ્છા રાખનારાઓને પણ હું આગ્રહ કરું છું કે તેએ પેાતા ઉપર અંકુશ રાખે. હું હજી કેદમાં જ છું એમ તેએ ગણે. રાજદ્વારી અથવા તે બીજી ચર્ચાએ ફરવાની ઉપવાસ દરમ્યાન મારામાં શક્તિ નહીં હાય. મને પૂરેપૂરી શાન્તિમાં રહેવા દેવામાં આવે એ મને ગમશે. સરકારને પણ હું એટલું જણાવું છું કે મારી આ મુક્તિને હું જરા પણ દુરુપયેાગ નહીં કરું. આ કસેટીમાંથી હું જીવતા પાર ઊતરું અને મને જણાય કે રાજદ્વારી વાતાવરણ આજના જેવું જ ડહેાળાયેલું છે તે સવિનયભ ગતે આગળ ધપાવવા માટે ખુલ્લી રીતે કે છૂપી રીતે એક પણ પગલું લીધા વિના હું સરકારને કહીશ કે મને યરવડામાં, મારા જે સાથીઓને લગભગ ત્યાગ કરીને હું આવ્યેા હું તેમની પાસે લઈ જાય.’’ ત્યાર પછી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વિષે સ્તુતિનાં વચને એક્લ્યા. તેમણે કહ્યું કે: “હું આશા રાખું છું કે મારું કહેલુ સરકાર માની લેશે કે અમે જ્યારે જ્યારે રાજદ્વારી પ્રશ્નોની ચર્ચા કરતા હતા ત્યારે ત્યારે સરદારને સરકારની મુશ્કેલીઓનેા બહુ ખ્યાલ રહેતા હતા." ર [ સાબરમતી આશ્રમના કો લેવા ગાંધીજીએ મુંબઈ સરકારને લખેલા કાગળ ] ધિ સેક્રેટરી ટુ ધિ ગવર્નમેન્ટ ઑફ મ્હે, ડામ ડિપાર્ટમેન્ટ, પૂના. ભાઈશ્રી, અમદાવાદ, તા. ૨૬-૭-૧૯૩૩ સને ૧૯૧૫માં હું હિન્દુસ્તાન પાછા ફર્યાં ત્યાર પછી સત્યની ઉપાસનાના હેતુથી સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરવી એ મારું પ્રથમ રચનાત્મક કાર્ય હતું. આશ્રમવાસીએએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય અને અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતાનિવારણુ, ખાદી જેના કેન્દ્રમાં છે એવું સ્વદેશી, સ ધમ