પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અનાતનીઓની દાનત


પાંચ પાંચ રૂપિયા દંડ થયેલા, એ વિષે કાગળ આવે તેની વાત કરતાં એ. પી. આઈ.વાળાને કહ્યું કે આ લડત જ હિંદુઓની છે, એમાં પરધમી આવી રીતે સક્રિય ફાળો આપી શકે જ નહીં. હરિભાઉ ફાટક નિપાણીના રાષ્ટ્રીય શિક્ષકને લઈને આવ્યા હતા. તેમણે પૂછેલું કે રાષ્ટ્રીય શાળામાં અસ્પૃશ્ય બાળકો આવે પણ તેઓ તે મૅટ્રિકયુલેશનને માટે તૈયાર થવા માગે તેનું શું થાય ? | | બાપુએ કહ્યું : આપણે એને એ સગવડ આપવી જ જોઈએ. જ્યાં કેળવણીના છાંટા નથી, જ્યાં તેઓને અંધારામાંથી પ્રકાશમાં આણવાના છે ત્યાં આદર્શની વાત કરીને શું કરીએ ? એની આગળ એને જેની ભૂખ છે તે જ વસ્તુ મૂકવી જોઈએ. એમ કરવામાં અસહકારી પોતાના અસહકાર સાથે કહ્યું કે અસંગત કામ કરતો નથી. પણ સુસંગત રહેવાની ખાતર એ જ વસ્તુ સ્પૃશ્ય બાળકોને પણ આપે તો સુસંગતતાનું તૂત કર્યું ગણાય. પછી આ ભેદના દાખલો આપીને કહે : હાથીને મણ આપવી જોઈ એ પણ બિલાડીને હાથીના જેટલું થાડું જ આપી શકાશે ? જોકે હાથી અને બિલાડી વચ્ચે જેટલું અંતર છે તે કરતાં સવર્ણો અને અસ્પૃચ્ચે વચ્ચે વધારે અંતર છે. હાથી બિલાડીની પાછળ દોડી એને પકડી પાડી શકે નહીં. અને બિલાડી જે હાથીની પીઠ ઉપર પહોંચી જાય તો તે બિચારા હાથીનું આવી જ બને. આજે મંદિર પ્રવેશનો સવાલ કેમ આગળ આવ્યા છે તેનું કારણ સમજાવતાં કહ્યું : બધી ઘટનાઓને ક્રમવાર અનુસરતા રહો. ધારો કે હરિજનાના શાળાપ્રવેશના સવાલ હોત તો આજે એ આગળ આવત. સ૦ : કલાપને કયાં શરત કરી હતી કે તમે ઉપવાસની વાત કરો છો?' બાપુ : સાથી પાસે ઉપવાસ છોડાવ્યા પછી તેની પ્રતિજ્ઞાનું પાલન કરાવવા વફાદાર સાથી બીજું શું કરી શકે ? તમે એમ તો નથી ઈચ્છતાને કે હું એક ફિલસૂફ થઈ કેવળ સલાહ જ આપું અને પછી જોયા કરું ?' e મંદિરપ્રવેશનું મહત્ત્વ સમજાવતાં બાપુએ કહ્યું : તમે જાણો છે કે સનાતનીઓને આ એક મંદિરપ્રવેશ સામે જ વાંધો છે ? તેઓ કહે છે. કે બીજું બધું આપે પણ મંદિર પ્રવેશ નહીં. તેઓ જાણે છે કે મંદિરપ્રવેશનું થયું એટલે બીજું બધું થવાનું જ છે. અને શરીરની તથા કપડાંની સ્વચ્છતાનું ધતિંગ આ લેકે શુ' લઈ બેઠા છે ? આંબેડકર તો સ્વચ્છ છે ને ? તમે એમને તમારે ત્યાં ઉતારો છે ? અને તમારી સાથે જમાડો છો ? તમે તો આ બિચારા લોકોનો પડછાયો પણ લેતા નથી. બીજી બાબતોથી શરૂઆત કરો અને મંદિર પ્રવેશનું થઈ રહેશે એમ કહેવું મિથ્યા છે. કારણ દાનત જ ચાખી નથી. ગુરુવાયુરની લડત બહુ વસમી