પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હરિજનોની કેળાવણી


આ વિદ્યાર્થીઓની બીજી સૂચના મફત નિશાળા સ્થાપવાની હતી. તેમણે કહ્યું : પૂના જિલ્લાના ૧૦ તાલુકામાં અસ્પૃસ્યા માટે લોકલાર્ડની ત્રીસ જ નિશાળો છે, કે યુનિ ને તમે લખેલું ખરું કે અસ્પૃશ્ય છોકરીઓ માટે જગ્યા રાખવી ? બાપુ: મને લાગે છે કે એ લોકોએ કહેલું છે ખરું. બીજી સંસ્થાઓમાંથી પણ એવી ખબર આવી છે કે તેઓ પણ સ્વીકારવા તૈયાર છે. છોકરાઓને ઠક્કરબાપાએ આણેલાં પપૈયાંને નાસ્તા બાપુએ કરાવ્યો. તેમને કશી ચર્ચા તો કરવાની જ નહોતી. ખુશ ખુશ થઈને ગયો. ઠક્કરબાપાએ દક્ષિણના અનુભવો સંભળાવ્યા. નિઝામમાં અંત્યજોના હિંદુ શિક્ષક પણ તેમને ઈસ્લામ સ્વીકારવાની જ તૈયારી કરાવે છે. આખી હિંદુ કામ ભયભીત છે એવું ચિત્ર એણે આપ્યું. - સીતાપુરવાળા વૈદ્ય - જેને જોઈને આપણને રવિશંકરભાઈ યાદ આવે – એ આવ્યા. એ માટી કમાણીવાળા છે. સે રૂપિયા ફી લેનારા છે. એ બાપુની કાણી સાજી કરવાનું બીડું ઝડપી સાત દિવસ અહી રહ્યા છે. બાપુએ મેજરની રજા વિના એને કાણી ન ઘસવા દીધી. પણ એના તેલના પ્રયોગ કરવાના તો છે જ. e વલ્લભભાઈ પોતાની રીત પ્રમાણે ઘણી વાર એક વાતને વળગે પછી છોડે નહીં. આજ સાંજે વાતોમાં એમણે એવું વિધાન કર્યું કે નિવૃત્ત જજ (Ex-judge ) હાય એ રાજ્યપ્રકરણમાં ભાગ ન લે. બાપુએ કહ્યું : લે. સરકારી નોકરની સ્થિતિ જુદી છે. વલ્લભભાઈ કહે : અગાઉ કાઈ નિવૃત્ત જજે રાજ્યપ્રકરણમાં ભાગ લીધા હોય એવા દાખલા આપે. નિવૃત્ત જજ એટલે રિટાયર્ડ પેન્શનર એ અર્થ માં એ શબ્દ વપરાતો હતા. મેં કહ્યું : નિવૃત્ત જજના કરતાં વધારે સારા દાખલા દત્તનો છે. એટલે કહે : દત્તનું હું જાણતો નથી. અમે સૌ ખડખડ હસ્યા ત્યારે કહે : એ તે દિવસે હશે. આજે કાઈ નિવૃત્ત જજ પેન્શનર થાય ને પછી કેંગ્રેસના પ્રમુખ થાય તો ખરા ! વાત ગરમ થતી જતી હતી. તેમાં પછી મેજરની વાત નીકળી અને એ વિઝિટરો પાસેથી છાપાં લઈ લે છે, સગવડે આપતાં ડરે છે એ વાત પણ નીકળી. બાપુ કહે : એની મુશ્કેલીઓ વધી તો છે એ કબૂલ કર્યા વિના ચાલે ? એટલે વલ્લભભાઈ પાછા ઊકળ્યા : શેની મુશ્કેલી વધી છે ? હિંદુસ્તાન સરકારના હુકમનો અમલ કરવાનો તે કરતા નથી અને મુશ્કેલી