પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાથે કવરિંગ લેટર તરીકે ભંડારીને લખ્યું :

" Dear Mr. Bhandari,

I would like the accompanying letter to be delivered to ... at once, if you approve of the contents. They are nothing but re-exhortation to break his fast, and take ordinary diet.

Yours sincerely,
M. K. Gandhi
 


"P.S. If ... accepts the advice tendered in my letter to him and breaks the fast, I hope you will issue him milk for one or two days, for it is my experience as a fasting expert that the breaking of fasts on solid food often results in great harm to the body.

M. K. Gandhi
 

” ભાઈશ્રી ભંડારી,

આ સાથેના કાગળ, તેમાંના મજકુર આપને પસંદ પડે તો આપ તરત જ શ્રી. . . . ને આપશો. તેમાં ઉપવાસ છોડીને રોજનો ખોરાક લેવાનું શરૂ કરવા માટે ફરી આગ્રહ કરવા ઉપરાંત બીજું કશું નથી.

- આપનો
મો. ક. ગાંધી
 


" તા. ક. જો શ્રી. . . . આ કાગળમાં આપેલી મારી સલાહ સ્વીકારે અને પોતાના ઉપવાસ છોડે તો હું આશા રાખું છું કે આપ એમને એક એ દિવસ દૂધ આપશો. ઉપવાસના નિષ્ણાત તરીકે મારો એવો અનુભવ છે કે નક્કર ખોરાક લઈને ઉપવાસ છોડવાથી શરીરને ભારે નુકસાન થાય છે.

મો. ક. ગાંધી”
 

સુપરિન્ટેન્ડન્ટ મળવા આવ્યા તેને બાપુએ કહ્યું : “ આ કાગળથી . . . ન માને તો તમારે મહાદેવને તેને મળવા જવા દેવો પડશે.” ત્રણેક વાગ્યા સુધી કોઈ ન આવ્યું એટલે મને લાગ્યું કે કદાચ એ માની ગયો હશે. પણ ૩|| વાગ્યે સ્ટેલી આવ્યા અને મને લઈ ગયા. મારે એને બે એક કલાક સમજાવવા પડ્યા. " બાપુને ખાદીની બાબતમાં મને કહેવાનો અધિકાર છે તેમ માનું, પણ આ બાબતમાં ન માનું. કારણુ બાપુથી એ મારી સ્વતંત્ર સ્થિતિ છે. સંન્યાસ ધર્મ બધે પાળવાની છૂટ હોવી જોઈએ. અને આપણને પકડે તો સરકારે સંન્યાસ ધર્મ પણ પાળવા દેવો જોઈએ, "ઇત્યાદિ વાતો કરી. આખી વાત એ વાત ઉપર આવીને ઊભી કે મધુકરી માગવાની મારી હિંમત નથી ચાલતી, એટલે મારે ફળાહાર કંરવો પડે છે. મિષ્ટાન્ન છોડવા

૯૯