પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષયવાસના જાગ્રત થવાનો સંભવં રહી જાય છે. સાક્ષાત્કાર થયા પછી વાસનામાત્ર અસંભવિત થાય છે. એટલે કે પુરુષ નરજાતિ મટીને નાન્યતર થાય છે. એનો અર્થ એ થયો કે એકડો મટીને શૂન્ય થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમેશ્વરમાં શમી જાય છે. જ્યાં વાસના રહી નથી ત્યાં રસ પણ શું અને વિષય પણ શું ? આમ બુદ્ધિને તો સાવ સીધું લાગે છે. અહીં ' પર' અને જ્યાં જ્યાં ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે શબ્દ આવે ત્યાં,ત્યાં ' સત્ય ' શબ્દ વાપરીને અર્થ કરવાથી અને સમજવાથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થશે. અને સાક્ષાત્કારનો અર્થ પણ સહેલાઈથી સમજી શકાશે. આ ખેલ આત્મવંચનાનો નથી. આશ્રમમાં જેઓ કુટુંબભાવનાને નામે અંતરમાં વિષય સેવતા હશે એ તો ત્રીજા અધ્યાયમાંહેના મિથ્યાચારી છે. આપણે સત્યાચારીની વાત કરીએ છીએ. અને સત્યાચારીએ શું કરવું જોઈએ એ વિચારીએ છીએ. તેથી આશ્રમમાં ૯૯ ટકા કુટુંબભાવનાનો ડોળ કરીને વિષય સેવતાં હોય છતાં જો ૧ ટકા જેટલાં બહારથી અને અંતરથી કેવળ કુટુંબભાવનાને સેવતાં હોય છે તેથી આશ્રમ કૃતાર્થ થશે. અને તેથી આશ્રમમાં વિચારેલ આચાર યોગ્ય ગણાશે. એટલે આપણે બીજા શું કરે છે તે વિચારવાનું નથી, આપણે સારુ શું શક્ય છે તે જ વિચારવાનું છે, તેની સાથે સાથે આટલું તો ખરું છે જ કે કોઈના મહેલ જોઈ ને આપણી ઝૂંપડીને નહીં' તોડીએ. કોઈ કુટુંબભાવનાથી રહી શકવાનો દાવો કરે, પણ આપણામાં એ શક્તિ આપણે ન ભાળીએ તો પેલાના દાવાને સ્વીકાર કરતાં છતાં આપણે તો તે સ્પર્શથી દૂર જ રહીએ. આશ્રમમાં આપણે એક નવો, અને એટલે ભયંકર, પ્રયોગ કરી રહ્યા છીએ. એ પ્રયાસમાં જે સત્યને સાચવીને ભળી શકે તે ભળે. ન ભળી શકે તે દૂર રહે. બધાએ બધી રીતે આશ્રમમાં સ્ત્રીમાત્રની સાથે ભળવું એવો આપણો ધર્મ નથી કઃલ્પ્યો. એમ ભળવાની માત્ર આપણે છૂટ રાખી છે. એ છૂટ જે ધર્મ સેવતાં લે તે લઈ શકે છે, પણ એ છૂટ લેવા જતાં જેને ધર્મ ખેાઈ નાખવાનો ભય છે તે તેનાથી સો ગાઉ વેગળા – આશ્રમમાં રહેવા છતાં - ભાગી શકે છે. . . ને પોતાની દીકરી ગણી શકે અને તે પ્રમાણે તેની સાથે એક આશ્રમવાસી વ્યવહાર રાખે, પણ બીજો આશ્રમવાસી જે ઈચ્છા રાખવા છતાં એવા વ્યવહાર મનમાં ન કેળવી શકે એનો ધર્મ છે કે તેણે . . .નો સંગ તજવો. મેં' અહીં મૃત દેહનું દૃષ્ટાંત લીધું છે. એવું દષ્ટાંત લેવામાં પણ કદાચ દોષ હોય તો એ એને બદલે ‘ અ ’ ‘બ' સમજી લેવાં. ‘ક’નું મન 'બ’ના પ્રત્યે ' અ ના જેવું ન રહી શકે તો 'ક’ને સારુ આશ્રમમાં ‘ બ’નો અસ્પર્શ એ જ ધર્મ છે. અને એ

૧૦૯