પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગિરધારી આજે મળવા આવવાના હતા પણ ન આવ્યા. સવારે બાપુએ ડેઈલિને એ કાગળો લખ્યા. એ કાકા-નરહરિને વિષે, અને બીજો મુલાકાત લેવા આવનારા રાજકાજમાં ભાગ ન લેતા કેદીઓ વિષે. ગોકુલદાસ તલાટીને જોવાને માટે મને હોસ્પિટલમાં મોકલવાની બાપુએ સુપરિન્ટેન્ડન્ટને વિનંતી કરી, પણ એણે ન સ્વીકારી. કાલે કાકા વિષેના અને બીજો કાગળ ઇન્સ્પેક્ટર જનરલને લખ્યા હતા તે ન ગયા, આજે સવારે ગયા; અને આજે જ સાંજે ૨૨-૪-'૩ ૨ બેલગામથી મણિ અને કાકાના કાગળ આવ્યા. બંને કાગળમાંથી ઘણું જાણવાનું મળી રહ્યું. સૌ પૂરેપૂરી તપશ્ચર્યા કરી રહ્યાં છે. કાકાસાહેબને દૂધ થી નથી મળતાં, પીડમાં ચૂળ છે, નરહરિ વગેરેને મળી શકતા નથી અને વાયજ્ઞ ચલાવે છે. એમના વાગયજ્ઞનો ઉપભેાગ લેનારા પણ ભાગ્યશાળી જ ના ! નરહરિ ઊન પી જવા, કાંતવાનું કામ કરે છે. એમના તો આટલા ઉપરાંત બીજા કશા જ ખબર નથી. મણિ સારી રીતે સુકાઈ છે, ગીતા આખી માટે કરી છે, અને દુ:ખ પણ ઠીક ભાગવ્યું છે. આજે બીજા પણ ઘણા કાગળો છે. ફાધર એલ્વિન લખે છે કે ત્યાંના બિશપ એને ઈશુના કોહીનો ઈલકાબ આપે છે અને દેવળામાં પ્રવચન કરવા નથી દેતા : મથલીશરણ ગુપ્ત ઊર્મિલાના વિષાદના એક ૧૮ પાનાંના લાંબા કાગળમાં બચાવ કર્યો છે. આ કાગળ કાવ્ય છે એમ બાપુએ કહ્યું. એ કાગળની નકલ કરનાર * અજમેરી’ એ મુસલમાન છે અને મથિલીશરણના શિષ્ય છે. હિંદી કાવ્યસાહિત્યાદિને ભારે પ્રેમી છે, અમારે ત્યાં છાપાં વાંચવાનું કામ વલ્લભભાઈનું. હું પીંજીને કાંતવાને માટે વરંડામાં આવું ત્યાં વલ્લભભાઈ છાપાનું બીજું વાચન ૨૨-૪-'૩૨ કરતા હોય. હું પૂછું : “ટૂંકમાં સમાચાર ? ” તો એમની પાસે જવાબ તૈયાર હોય : ‘મુસ્લિમ પરિષદમાં ખેડાના કલેકટર’, ‘ સેમ્યુઅલ હાર ટેનિસ રમે છે', તે બીજે દિવસે ખબર હોય : * મિ. એસ. પરણ્યા'. સરોજિની પકડાયાની ખબર આવી. માલવીજી મેટરમાં દિલ્હી જવા નીકળી પડયા છે. એમની ૭૦ વર્ષની ઉંમરે ભારે જહેમત ઉઠાવી કહેવાય, અને સરકારને માટે દોડાદોડ કરી મૂકવાનું કામ પણ ઠીક કાઢયું. ૧૧૫ Gandhi Heritage Portal