પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગઈ કાલે કરાંચીની જેલમાં સત્યાગ્રહી કેદીઓને રાષ્ટ્રીય ધૂનોના પાકાર માટે ફટકા પડવા, અને તેને બચાવ કરનારી ૨૪-૪-'રૂર. નોંધ જિલ્લા મૅજિસ્ટ્રેટે બહાર પાડી છે એ વાંચી બાપુ ખૂબ દુ:ખી થયા. આજે ઊઠીને પાછા એટલે ભાગ છાપામાં વાંચી જવાને માટે માગ્યો અને હૈયું વલોવાઈ ગયું. માલવીજી અને સરોજિની બંને પકડાયાની ખબર આજે આવી તેથી રાજીરાજી થઈ ગયા. વલ્લભભાઈ ને કહે : “ કહો હવે કાઈ બાકી રહ્યું છે ? જેટલાએ જેલમાં જવું જોઈતું હતું તે સૌ પહોંચી ગયાં છે ! ” એલ્વિનના કાગળનો આગળ ઉલલેખ આવ્યા છે. બિશપે એને ચર્ચમાં પ્રવચન કરવાની રજા ન આપી એ વિષે લખ્યું ૨૬-૪-૩૨ હતું અને સનાતની ખ્રિસ્તી તરીકે દેવળમાં જવાનું ન બને તે વિષે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તે વિષે બાપુએ એને લખ્યું : "I wish you will not take to heart what the Bishop has been saying. Your church is in your heart. Your pulpit is the whole earth. The blue sky is the roof of your church. And what is this Catholicism? It is surely of the heart. The formula has its use. But it is made by man. If I have any right to interpret the message of Jesus as revealed in the Gospels, I have no manner of doubt in my mind that it is in the main denied in the churches, whether Roman or English, High or Low. Lazarus has no room in those places. This does not mean that the custodians know that the Son of Sorrows has been banished from the buildings called House of God. In my opinion, this excommunication is the surest sign that the truth is in you and with you. But my testimony is worth nothing, if when you are alone with your Maker, you do not hear the Voice saying, 'Thou art on the right path'. That is the unfailing test and no other." “ હું ઇચ્છું કે બિશપની વાતોથી તમે જરાય ગભરાઓ નહીં. તમારું દેવળ તમારા દિલમાં જ છે. આખી દુનિયા તમારી વ્યાસપીઠ છે. આ ભૂ હું આકાશ તમારા દેવળના ઘુમ્મટ છે. અને આ સનાતનીપણું છે શું ? સાચે જ એ તો હૃદયમાં રહેલી વસ્તુ છે. એ નામનો ઉપયોગ છે ખરા. જોકે આખરે તે માણસે આપેલું એ નામ છે. જે સુવાર્તાએામાં આપેલા ૧૧૬ Gandhi Heritage Portal