પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એવા તો આંગળીને વેઢે ગણાય એટલા જ છે. તમને મારી સૂચના તો એ છે કે ઈશ્વરના અસ્તિત્વ વિષે દલીલ ન કરી, જેમ આપણી પોતાની હસ્તી વિષે આપણે દલીલ નથી કરતા તેમ. યુકિલડના સ્વતઃસિદ્ધ સૂત્રની માફક એમ માની જ લે કે ઈશ્વર છે, કારણ અસંખ્ય ધર્માત્માએ એમ કહી ગયા છે અને એમનાં જીવન એ વસ્તુના નિઃશંક પુરાવા છે. તમારી પોતાની શ્રદ્ધાના પુરાવા તરીકે રોજ સવારે ને સાંજે પા પા કલાક રામનામનું રટણ. કરી અને રામાયણના વાચનમાં રમમાણ રહો.” - આ અઠવાડિયે ૪૪ કાગળો લખ્યા. આશ્રમના સરવેયા વિષે એક હૃદયસોંસરી પેસી જાય એવી નોંધ લખી મોકલી. નાનાં નાનાં છોકરાંની નાની કાપલીએ કેટલીક અદ્ભુત છે. એક બાળકીએ નાનકડા સંવાદમાં ભારતમાતાનો વેશ લીધા. હતા. તેને બાપુએ લખેલું : “ તું ભારતમાતાના ગુણ કેળવજે.” એણે પૂછયું : ““ ભારતમાતાના ગુણ કયા ?” બાપુએ એને લખ્યું : “ ભારતમાતામાં ધીરજ, સહનશીલતા, ક્ષમા, વીરતા, અહિંસા, નિર્ભયતા વગેરે ગુણો હોય. તે કેળવવાને સારુ તો આશ્રમ છે જ.” એણે એ પણ પૂછયું હતું : “ આપણને ગયા જન્મનું કેમ યાદ નહી રહેતું હોય ? ” તેને લખ્યું : ** આપણને આ જન્મનું જ બધું કયાં યાદ રહે છે ? અને રહે તો આપણે ગાંડાં થઈ જઈએ. જે ચીજ યાદ રાખીને તેમાંથી જે લેવાનું હોય તે લઈ લઈ એ. પછી તે ભૂલી જઈએ તેની શી હરકત ? ઊલટાનો લાભ છે. ” એક બાળાએ પૂછેલું : “ બાપુના રાજ્યમાં ન સમાય ને માના રેટિયામાં સમાય તેનો અર્થ શો ? જનોઈ શા માટે પહેરે છે ? ગાય. માતા કેમ ? તેને લખ્યું : *6 બાપના રાજ્યમાં લૂંટ ચાલતી હોય ત્યાં ગરીબ રહી જાય. માને રેંટિયે તો તેની ગરીબ પ્રજાને જ સારુ ચાલે. જનાઈ અથવા માળા પવિત્રતા કેળવવામાં કાંઈક મદદ કરે છે. એનો આજે બહુ ઉપગ ન ગણાય. ગાય માતા ગણાય છે કેમ કે તે માતાની જેમ દૂધ આપે છે, વળો માતા પોતાના બાળકને એક વર્ષ સુધી આપે છે. ગાય બધાને આપે છે. તેથી તે બધાની માતા છે. માતા તો છેકરાં પાસેથી બહુ સેવા લે છે.' ગાયની કેાણ કરે છે ? એટલે ગાય તો મારી માતા છે.” ને એક બાળકે પૂછયું હતું : ** રામ જેવા માણસ સીતા હરાઈ ગઈ તે ઉપર ગાંડા જેવા થઈને શાક કરે ખરા ? ” બાપુએ લખ્યું : “ રામે એટલે શાક કર્યો તે કોણ જાણે છે ? જે આપણે વાંચીએ છીએ તે કવિતા વર્ણન છે. એ વિલાપ જ્ઞાનીને ન શોભે, એ સાવ સાચું છે. તેથી આપણે ૧૧૯ Gandhi Heritage Portal