પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

a remarkable number of ex-servicemen who express their horror at the idea of a repetition of the experience of the last war, and their willingness to die rather than plunge the world into it again; and of parents of men who were killed in the war, or of children who (they fear) may grow up to be involved in another war. We are convinced that thousands in the country and elsewhere would volunteer if they believed that the League would take their offer seriously." | “ શાન્તિસેનામાં સેવા આપવા જે છસે સાતસે માણસની નાની ટુકડી તૈયાર થઈ છે તેમાં ઘણાં ગયા યુદ્ધમાં લડેલા સિપાઈ એ છે. તેમને જે અનુભવ થયા છે તેનું પુનરાવર્તન થવાના ખ્યાલથી પણ તેમને ત્રાસ છૂટે છે. દુનિયાને ફરી આવા યુદ્ધમાં ફસાઈ પડતી અટકાવવા તેઓ મરવા સુધી તૈયાર છે. ગઈ લડાઈમાં માર્યા ગયેલા માણસનાં માવતર પણ. અમારી ટુકડીમાં છે. વળી પાતાનાં બાળકોને મેટાં થયે યુદ્ધમાં સંડાવવાનો પ્રસંગ આવે તેની શક્યતાથી ધ્રૂજી ઊઠેલાં માબાપો પણ અમારી ટુકડીમાં છે. અમારી દરખાસ્તને લીગ ગંભીરતાથી વિચાર કરે તો આ દેશમાંથી અને બીજેથી હજારો માણસો સ્વયંસેવક તરીકે આ ટુકડીમાં જોડાવા તૈયાર થશે એમ અમે માનીએ છીએ.” મિસ રાઈડિનને બાપુએ લખાવ્યું : "I thank you for your letter enclosing the correspondence between yourself and Sir Erric Drummond and Sir John Simon. When I read about your movement, I did not think that you were in anyway showing preference to China over India. I then felt that you were quite right in concentrating your energy over a situation that threatened to involve bloodshed on a vast scale and that too by the adoption of the method of Satyagraha." તમારા કાગળ માટે આભારી છું. સર એરિક ડ્રમન્ડ તથા સર જૉન સાઈમન સાથે થયેલા તમારા પત્રવ્યવહાર તમે મને મોકલી આપ્યો તે મલ્યા છે. તમારી પ્રવૃત્તિ વિષે મેં વાંચ્યું હતું. તમે કોઈ પણ રીતે હિંદ કરતાં ચીનને વિષે પક્ષપાત ધરાવે છેએવા ખ્યાલ સુધ્ધાં મને આવ્યા નથી. જે પરિસ્થિતિમાંથી વિશાળ પાયા ઉપર ખુનામરકી ઊભી થવાનો ૧૨૨ Gandhi Heritage Portal