પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રિય ભાઈ નટરાજન, ગોકુળદાસ તેજપાલ હોસ્પિટલમાં ખાસ બોલાવવામાં આવેલી સભા આગળ એક હિંદી ચેાગીએ પોતાની સિદ્ધિઓનું પ્રદર્શન કર્યું તેના હેવાલ તમે જરૂર જોયા હશે. હેવાલમાં છે કે એ ચગી જીવતા સાપનું માથું, ખીલા, નાઈટ્રિક ઍસિડ અને એવું એવું ખાઈ ગયો. સભામાં હાઈ કોર્ટના વડા ન્યાયાધીશ તથા તેમનાં પત્ની નામાંકિત પ્રેક્ષકા તરીકે હતાં. કહે છે કે પેલા યોગી જીવતા સાપનું માથું ખાવા લાગ્યા ત્યારે એક બહેનને તો એટલી બધી જુગુપ્સા ઊપછે કે તેઓ સભામાંથી એકાએક ઊડીને ચાલ્યાં ગયાં. આવા પ્રાગ વિષે તમે શું ધારે છે. એની મને ખબર નથી. મારા મત તો એ છે કે એ વસ્તુ કરી બતાવનાર તેમ જ જેનાર બન્નેને પાડનારી છે. જો પેલો યેગી પોતાના આવા પ્રગો ચાલુ રાખે તો જરૂર એ મરે જ. અને એ રીતે એ મરે તો જે પ્રેક્ષકાએ પોતાની હાજરી આપીને આવા પ્રયોગ કરવાનું એને ઉત્તેજન આપ્યું. તેમને હું ખૂન કર્યાના ગુનેગાર ગણું. આવા જુગુપ્સા ઉપજાવનારા પ્રયોગથી નથી વિજ્ઞાનની સેવા થતી, કે નથી માનવતાની સેવા થતી. હઠયાગનાં પુસ્તકોમાં સ્પષ્ટ લખેલું છે કે હાગીઓએ પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ દેખાડી બતાવવાની નથી તેમ જ તેનો ઉપગ પૈસા કમાવા માટે પણ કરવાનો નથી. તમે જે મારી સાથે સંમત થતા હો તો તમારે આવાં ઘાતકી પ્રદરના રોકવા માટે દૈનિક પત્રામાં ઝુંબેશ ઉઠાવવી જોઈએ. હું ધારું છું, તમે જાણતા હશે કે આ જાતના જ પ્રાગે કરતાં રંગૂનમાં એક માણસે હમણાં જ પોતાના જાન ખાયો. તમારા મો. ક. ગાંધી આજે સફર્ડ યુનિવર્સિટી માટેની ‘ આત્મકથા’ની સંક્ષેપ આવૃત્તિને માટે નવાં પ્રકરણે પૂરાં કર્યા', બાપુએ બધાં તપાસી લીધાં. ૨૭–૪-'રૂ ૨ સાંજે વલ્લભભાઈ કહે : “ ગયે વર્ષે અહીં સારા માચી હતો, હવે સારા મારી રહ્યો નથી. બબ્બે ઇંચ પહોળા પિયા કરી લાવ્યે એટલે જોડા મારે પાછા મોકલી દેવા પડ્યા.” બાપુ કહે: “ ચામડુ મગાવીને સીવી દઉ ? જોઉં તો ખરા કે મારી શીખલી કેળા હજી મને યાદ છે કે નહીં ? મને સરસ જેડા સીવતાં આવડતા હતા એ તો તમે જાણો છો ને ? અને મારી કારીગરીનો નમૂતે સાદપુરના ખાદી પ્રતિકાનમાં છે. અહીં સારાબજી અડાજણિયા આવેલા અને તેના ઉપર સત્યાનંદ બાઝે બહુ પ્રેમ વરસાવેલા એટલે તેણે મને લખેલું કે ૧૨૪ Gandhi Heritage Portal