પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ માણસને તમારા હાથના જોડા મોકલે તો સારું. મેં એને મોકલેલા, પણ એ તો ભારે નમ્રતાવાળા બંગાળી રહ્યો. એ કહે એ જોડા મારા પગને માટે નથી, મારા માથા માટે છે. એ એણે એક પણ દિવસ ન વાપર્યા. રાખી મૂકવા અને ખાદી પ્રતિષ્ઠાનના સંપ્રહસ્થાનને આપ્યા.” - આ કિસ્સો વર્ણવીને કહે : “ મહાદેવ, આ સંક્ષેપ આવૃત્તિમાં એ મારા જોડા બનાવવાના કિસ્સા ક્યાંય કેમ વાંચવામાં ન આવ્યા ? આવા જોઈએ. ટેસ્ટોય ફામમાં એ ધું ધા સરસ ચાલતો હતો. મેં તે છોકરાઓની કેટલીય નેડી તૈયાર કરી છે. કૅલનબૅક એક ટેપીસ્ટ મોનેસ્ટરીમાં જઈને શીખી આવ્યા અને એણે અમને શીખવ્યું.' મિલ્સને કાગળ હતા. ચીન જાય છે એ ખબર એણે આપી અને લખ્યું : "We have got marching orders and we won't come back until you have made peace with Government." £« અમને અહીંથી ઊપડી જવાના હુકમ મળ્યા છે. આપ સરકાર સાથે સુલેહ ન કરો ત્યાં સુધી અમે પાછા નહીં આવીએ.” બાપુ કહે : “ પરદેશી ખબરપત્રીઓને કાઢયા લાગે છે. આનો અર્થ હું આ જ કરું છું. સેમ્યુઅલ હાર એ બધું કરે એવા છે. એ માણસે લડતમાં કામ કર્યું છે, અને આપણી લડતને એ બરાબર લડત સમજીને બધું કામ લઈ રહ્યો છે. , પછી ધડીક વાર થોભીને કહે : “ એ એક વસ આમને આમ ચાલ્યાં કરે તે આપણો બધો મેલ અને સડો દૂર થઈ જાય અને પછી આપણે બરાબર અધિકાર ભોગવવાને લાયક થઈ જઈએ.” મેં કહ્યું : “ પણ બાપુ, એ વરસ રહેવું પડે એમ લાગે છે ? ” બાપુ : “ કાંઈ અટકળ કામ નથી કરી શકતી પણ રહેવું પડે તો નવાઈ નહીં. અને અહીં આપણને દુઃખ શું છે ? પડયા છીએ, કામકાજ કરીએ છીએ, અને શાંતિમાં દિવસ નિગમન કરીએ છીએ.” હરિલાલનો દુ:ખદ કાગળ આવ્યા. તેમાં મનને અલીબહેન પાસેથી છોડાવવાની માગણી કરી. બાપુને ગુનેગાર ગણ્યા. બલીબહેનના હુમલાની ફરિયાદ કરી. બાપુએ એને લાંબા કાગળ લખ્યો. પણ એમાંના ‘છેવટના ભાગ સાગર જેવી ક્ષમાથી ઊભરાતા પિતાના હૃદયમાંથી ટપકતા લોહીના છંદ જેવા છે : ૬૬ હું હજી તારા સારા થવાની આશા છેાડવાનો નથી, કેમ કે ૧૨૫. Gandhi Heritage Portal