પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આના કરતાંયે વધારે સાચું એમને પોતાને વિષે આ કેવું છે !

मातृतुल्य परस्त्रीकः एकपत्नीव्रतं चरेत् ।

વલ્લભભાઈ ને તો એમાં વિશ્વાસ હોય એમ જણાયું. બાપુએ કહ્યું : “ એ વસ્તુ સાચી પ્રમાણપાત્ર હોય તો આશ્ચર્યજનક છે.”

एकपष्टौ तदा वर्षे विरोधश्च महान् भवेत्
द्विषष्टौ वत्सरे काले किंचित् शमनमादिशेत्
किंचित् स्वातंत्र्यमादेश्यमस्वास्थ्यं च भवेन्नरः
विदेश गमने चैव पंचषष्टिक पूर्वके
श्वेतःप्रभु सार्वभौमस्तस्य दर्शनमादिशेत्
तन्मूलात्कार्यसिद्धिर्जातकस्य भविष्यति
पश्चात्स्वदेशवासी च आश्रमे वासवान् भवेत्
ज्ञानमार्गप्रवृत्तिश्च जातकस्य भविष्यति
सप्तति वत्सरे पूर्व योगसिद्धिश्च जायते ।

આ સ્લોક ભાવિના ઉપર ખૂબ પ્રકાશ પાડનારા છે, એમ વલ્લભભાઈને લાગ્યું. મેં કહ્યું : “ એમાં શહેનશાહની સાથેની જે મુલાકાતની વાત છે તે ગયે વર્ષે થઈ ગયેલી મુલાકાતની વાત નથી પણ ભાવિ મુલાકાતની વાત હોવી જોઈએ.”

ગમે તેમ હોય, આમાંથી ગમ્મત તો ઠીક મેળવી.

* **

બાપુ ‘વેટ પેરેડ’ વાંચતા હતા. મૌન ત્રણ વાગ્યે લીધું. પણ વાંચતાં વાંચતાં આ વાક્ય આવ્યું તે મને બતાવ્યું અને વાંચવા કહ્યું: ‘ everybody had to choose between self-indulgence and selfcontrol ' ( દરેક માણસને સ્વછંદ અને સંયમ વચ્ચે પસંદગી કરવાની રહેતી). મેં બાપુના ‘ નીતિનાશને માગે” (Self-restraint v. Self indulgence) પુસ્તકની યાદ આપી. આખા પુસ્તકનો આ સાર છે, એમ .બાપુ કહેતા હોય એમ લાગ્યું.

* **

જમી રહ્યા પછી વલ્લભભાઈ હમેશની જેમ દાતણ કુટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : “ગણ્યાગાંઠયા દાંત રહ્યા છે તેપણ બાપુ ઘસ ધસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે.” મેં વિનાદ ફેરવીને કહ્યું : ” '૩૦માં આપણું સાંબેલું સાંબેલું પણું વગડ્યું સરસ.” બાપુએ હકારદર્શી

૧૩